________________
પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ - કથા સાહિત્યના ક્ષેત્રમાં નજર કરતા શ્રીમદ્ આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ‘કથાઓ અને કથા પ્રસંગો’ પુસ્તકમાં ઉપદેશાત્મક કથાઓ રજૂ કરી છે. તેમાં અણુમાંથી મેરૂ”, “મેરૂમાંથી અણ’, ‘મહાત્મા ઇલાતીપુત્ર”, “આંધળાને આરસી”, શ્રી ગૌતમ સ્વામીજીના આઘાતનું રહસ્ય”, “ધર્મછલ’, પરણ્યાં તોય રહ્યા બ્રહ્મચારી, નવકાર અને ભીલડી”, “ધના સાર્થવાહ અને શ્રી નયસાર”, “હારની ચોરી તથા શાસન મળ્યું”, “કુમારપાળનો વિવેક”, “અરિહંત પરણે ક્યારે”, “આંખનો સંયમ કર્મનો વાદ અને દયા”, “શાહ અને બાદશાહ”, “મુસાભાઇના વા ને પાણી', ‘ચિત્રકારની ભૂમિ શુધ્ધિ”, “રાવણ અને શ્રીધરણેન્દ્ર આદિ કથાઓ આ પુસ્તકમાં અલંકૃત કરેલ છે.
- આમ આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીએ કથા દ્વારા ભરપૂર તત્ત્વને પીરસ્યું છે. પૂ.આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ:-*
પૂજ્યશ્રીનો જન્મ બારડોલી શહેરમાં થયો. પિતાનું નામ નગીનદાસ અને માતાનું નામ કમળાબહેન હતું. તેઓના ઘરે સં.૧૯૮૪ના ભાદરવા સુદ ૧ ને શુભદિને તેમનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ બારડોલીમાં લીધું. પરંતુ બાલ્યકાળથી જ ધર્મ અને તપ પ્રત્યે અને પ્રગતિ આપોઆપ વધતી રહી. પરિણામે ર૧ વર્ષની ઉમરે સં. ૨૦૦૫ કાર્તિક વદ ૧૦ને દિવસે મુંબઇમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઈને સ્વાધ્યાય મગ્ન બની ગયા. થોડા જ સમયમાં જૈન દર્શનનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઉંડો અભ્યાસ કર્યો. પહેલેથી જ લેખન પ્રત્યે અપૂર્વ રૂચિ હતી. વિદ્વદ્ ભોગ્ય શાસ્ત્ર ગ્રંથોને બાળ યોગ્ય ભાષામાં ઉતારવામાં તેઓશ્રી વિશેષ કુશળ બન્યા. શાંત સ્વભાવ અને સતત પુરૂષાર્થની ભાવનાને લીધે અવિરત લેખન અને વાંચન કાર્ય ચાલ્યા કરે છે. પરિણામે કુશળ પ્રવચનકાર પણ બની શક્યા છે. સં.ર૦ર૬ના મહા વદ પાંચમે જૂના ડીસા શહેરમાં ગણિપચાસપદ પામ્યા અને અનેકવિધ શાસન પ્રભાવના કરતા કરતા, સં.ર૦૩૧ના મહા સુદ પાંચમે અમદાવાદ સાબરમતીમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા.
બારડોલી સંઘની વિનંતીને ધ્યાનમાં રાખી ૩૬ વર્ષે પ્રથમવાર જન્મભૂમિ બારડોલીમાં ચાર્તુમાસ માટે પધારતાં આખા ગામમાં આનંદ છવાઈ ગયો. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુજ્ઞામય છે. ગુરૂનિશ્રામાં જ પ્રવજ્યાના પંથે આગેકૂચ કરી રહ્યા છે. પોતાને કઠિન પ્રશ્નો હલ કરવાની સૂઝ-સમજણ હોવા છતાં, ગુરૂ મહારાજને પૂછીને જ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવો એવો તેઓશ્રીનો નોંધપાત્ર વિનય વિવેક છે. પોતે
504