________________
સમય જતાં પ્રભવ આ વિદ્યાથી ચોરી કરવા લાગ્યો. તેના સાથીદાર પણ બન્યા. અને ખૂબ ધન ભેગું કર્યું. ધીમે ધીમે ૫૦૦ સાથીદાર થતા તેણે એક નાનકડું ગામ વસાવી લીધું. તે ગરીબોને ધન આપતો અને શ્રીમંતોને લૂંટતો હતો.
આ બાજુ જંબૂકુમારના લગ્ન થાય છે. આઠેય કન્યાઓ શણગાર સજી જંબૂકુમારના શયનખંડમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રભવ ચોર પણ ચોરી કરવા તેના સાથીદારો સાથે આવે છે. જંબૂકુમાર ત્યારે કુબેરદત્ત અને કુબેરદત્તાની વાર્તા કહે છે. સાંભળીને પ્રભવ પ્રતિબોધ પામે છે.
સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ્રી, કમલવતી, જયશ્રી એમ આઠેય પત્નીઓ જંબૂકુમારની વાતથી પ્રતિબોધ પામે છે.
આમ આખી રાતના વાર્તાલાપથી આઠેય રાણીઓનો વૈયિક સુખ પ્રત્યેનો રાગ ઓસરી ગયો. તેઓનો વૈરાગ્ય ભાવ જાગૃત થયો. પ્રભવ પણ દીક્ષા લેવા તૈયાર થયો. સાથે સાથે તેના સાથીદારો તેમજ આઠેય રાણીઓના માતા પિતા પણ જંબૂકુમારની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. રાગના બંધનો તૂટી ગયા અને બધાએ સાથે સંયમ ગ્રહણ કર્યું.
સમય વીતતા એકવાર પ્રભવસ્વામીએ જંબુસ્વામીને પ્રશ્ન કર્યો કે આપણે કયા ઋણાનુબંધથી જોડાયા છે? ત્યારે જંબૂસ્વામીએ આગળના ત્રણ ભવોનો સંબંધ કહી સંભળાવ્યો. પ્રભવ એટલે બીજું કોઇ નહિ પરંતુ નાગિલાનો જીવ.
કાળ વીતતા જંબૂસ્વામી કેવળજ્ઞાન પામે છે અને પ્રભવસ્વામીને શાસન સોંપી પોતે એકાંતવાસ સ્વીકારી શુક્લધ્યાનમાં મસ્ત બની, આઠેય કર્મોનો નાશ કરી સિધ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
પ્રભવસ્વામી પણ ઉત્તરાધિકારી તરીકે શઅંભવસૂરિને બનાવી આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગવાસી થયા.
આમ, આ કથામાં પ્રિયદર્શને પોતાની આગવી શૈલીથી શૃંગારરસનું વર્ણન કર્યું છે અને અંતે શાંતરસમાં પરિણમન કર્યું છે. ખરેખર! તેમની કથાને રજુ કરવાની શૈલી ખૂબ જ રસપ્રદ અને સરળ છે. તેઓએ આ કથા દ્વારા તત્ત્વ પણ સરસ રીતે પીરસ્યું
છે.
ખરેખર! આ કથાનું નામ એક રાત અનેક વાત યથાર્થ છે.
503