________________
આત્મભાવમાં વિચરતા અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વીતશોકા નગરીમાં વિચરતાવિચરતા પહોંચે છે.
૮. શિવકુમાર
ભવદેવનો આત્મા આયુષ્ય પૂર્ણ થતા દેવલોકમાંથી વીતશોકા નગરીમાં પદ્મરથ રાજાની વનમાલા રાણીની કુક્ષિમાં અવતરે છે. ગર્ભકાલ દરમ્યાન રાણીને ગુફામાં જઇ ધ્યાન કરવાની તેમજ મુનિઓને દાન કરવાની ભાવના પ્રગટ થાય છે. સમય જતાં રાણી સુંદર પુત્રને જન્મ આપે છે. જે ભવદેવનો જીવ છે અને તેનું નામ શિવકુમાર રાખે છે. ભરપૂર સુખ સામગ્રીમાં શિવકુમારનો ઉછેર થયો. એકવાર શિવકુમારે હવેલીમાંથી મુનિરાજના દર્શન કર્યા. શ્રેષ્ઠીએ મુનિને ભિક્ષા આપી એ જ વખતે આકાશમાંથી હવેલીના મધ્યભાગમાં સોનામોહોરની વૃષ્ટિ થઇ. શિવકુમાર આ બધું જોઇ પ્રભાવિત થયો ને મુનિના દર્શન કરવા ઉદ્યાનમાં પહોંચ્યો. તેણે મુનિને પ્રશ્ન કર્યો કે આપના દર્શન કરી મને કેમ આનંદ થયો? શું આપણો કોઇ પૂર્વ જન્મનો સ્નેહ-સંબંધ છે?
આ મુનિરાજ હતા સાગરદત્ત! અવધિજ્ઞાનથી તેઓ શિવકુમારના પૂર્વ જન્મને પ્રત્યક્ષ જોતા હતા. તેમણે પૂર્વ જન્મની વાત કહી સંભળાવી. એ સાંભળી ભવદેવના ભવમાં સાધુજીવન જીવેલું હતું એ ગાઢ સંસ્કાર નિમિત્ત મળતા જાગી ગયા! સાથે સાથે નાગિલાનો પણ વિચાર આવ્યો. નાગિલાનો જીવ ક્યાં હશે? કઇ ગતિમાં હશે? એમ પૂછ્યું. ત્યારે સાગરદત્ત મુનિરાજે ઉપયોગ મૂકી કહ્યું કે તે વીતશોકા નગરીમાં જ જન્મ પામી છે. અને એ તારો પરમમિત્ર છે. એ છે ધર્મેશ. તેનું મૂળ નામ ધર્મ છે અને તે નાગિલાનો આત્મા છે. હવે તેને ધર્મેશને મળવાની ઇચ્છા જાગી.
૯. વૈરાગીની વેદના
નગર શ્રેષ્ઠી કામ સમૃધ્ધનો એકનો એક પુત્ર હતો હઠધર્મ. શિવકુમાર સાથે તેની અંતરંગ મૈત્રી હતી. તે રૂપવાન,બુધ્ધિમાન, પ્રિયભાષી હતો. બંને મિત્રોની એક બીજાને ત્યાં રોજની અવરજવર હતી. ધર્મેશ ગુરૂદેવો પાસેથી અર્હત્ ધર્મનું જ્ઞાન મેળવેલું હતું. શિવકુમાર પાસે એ જ્ઞાન ન હતું. શિવકુમારે પોતાના હૈયાની સઘળી વાત કરી. અને દીક્ષા લેવાના ભાવ વ્યક્ત કર્યા. શિવકુમારે ઘરે પહોંચી માતા-પિતા પાસે પણ સંયમ લેવા અનુમતિ માંગી. માતા-પિતા મૌન રહ્યા. મહેલમાં ગ્લાનિ, વેદના, સંતાપ ફેલાઇ ગયો.
૧૦. શિવકુમારના ઉપવાસ
શિવકુમારે ભૂમિશયન, મૌનવ્રત તેમજ ઉપવાસ ચાલુ કર્યો. એ જોઇ તેની પત્ની, પિતા, માતા સર્વે સ્તબ્ધ થઇ ગયા. કુમાર રંગીન કપડાં ત્યાગી, શ્વેત વસ્ત્ર
500