________________
વરેલું હતું. મુનિ જીવનમાં એનો ખૂબ વિકાસ થતો ચાલ્યો. પૂજ્યશ્રી પ્રવચનકાર તરીકે સમુદાયમાં આદરપાત્ર બન્યા. સાથોસાથ સાહિત્ય સર્જનની કુશળતા અને તત્પરતાના ગુણો પણ વિકાસ પામ્યા. મહાપંથનો યાત્રી નામના પુસ્તકથી વીસવરસની ઉમરે આરંભાયેલી તેઓશ્રીની લેખન યાત્રા આજે સોળેક જેટલા પુસ્તકોનું સર્જન કરીને અવિરત-અપ્રમત ચાલી છે. પૂજ્યશ્રીએ જ્ઞાનસાર, પ્રશમરતિ, જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની વિવેચના, ‘જૈન રામાયણ’ જેવી સુદીર્ઘકથા તેમજ વાર્તાઓ, કાવ્યો આદિ જાતજાતનું મૌલિક સાહિત્ય સર્જ્યું છે. પૂજ્યશ્રીએ આ સાહિત્યની રચના ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઇત્યાદિ ભાષાઓમાં કરી. મહેસાણાથી વિશ્વકલ્યાણ પ્રકાશન દ્વારા વર્ષોથી આ સાહિત્યગંગા વહી. અરિહંત નામક હિંદી માસિકમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો તથા કથાસાહિત્ય પીરસાયું. પૂજ્યશ્રીનો પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ વ્યક્તિત્વ,સંઘશાસન માટે બહુજન હિતાય-બહુજન સુખાય વિવિધ પ્રવૃત્તિઓ કરવી એ તેઓશ્રીનાં જીવનના આદરણીય પાંસા હતાં. વિશેષ કરીને, નાના બાળકો અને ઊગતી પેઢી માટે સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓ કરવામાં તેઓશ્રીને વિશેષ રૂચિ હતી. પ્રવચનો, વાર્તાલાપો, શિબિરો, જપધ્યાનઅનુષ્ઠાનોનાં આયોજનો દ્વારા તેઓશ્રી આવતી પેઢીને અમૂલ્ય માર્ગદર્શન આપતા રહ્યા. યોગ્યતા અનુસાર ગણિ-પંન્યાસપદ પ્રાપ્ત કરીને સં.૨૦૪૩ના વૈશાખ સુદ-૬ના શુભ દિને પૂ.ગુરૂદેવ શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજે કોલ્હાપુર મુકામે તેઓશ્રીને આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારથી પૂજ્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિધ્ધ થયા. જીવનનાં અંતઃસમય સુધી સાહિત્ય સર્જન કરતા ૧૯/૧૧/૧૯૯૯ એ અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
વિક્રમની નવમી સદીમાં આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજીએ પ્રાકૃત ભાષામાં તેર હજાર શ્લોક પ્રમાણ ‘કુવલયમાલા’ નામના મહાગ્રંથની રચના કરેલી છે. પ્રિયદર્શન દ્વારા રચાયેલ ‘રાગવિરાગના ખેલ'નું કથા વસ્તુ કુવલયમાલા ગ્રંથ આધારિત છે. કથાનો મુખ્ય નાયક કામગજેન્દ્ર છે, જે પ્રિયંગુમતિ ઉપરાંત એક બીજી શ્રેષ્ઠીકન્યા સાથે લગ્ન કરે છે. કામગજેન્દ્રના આંતરિક જીવનમાં ત્યાગ, વૈરાગ્ય રહેલા છે. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયે આ કથાને ૧૨ પ્રકરણમાં વિભાજિત કરી છે. જેમાં મૂળ કથાવસ્તુને ચથાવત્ રાખી કથાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ વિ.સં. ૨૦૩૬માં રચાયો જેમાં કામગજેન્દ્રની નિર્વાણ સુધી કથાને રજૂ કરી છે.
‘શ્રધ્ધાની સરગમ’ પુસ્તકમાં પ્રિયદર્શન જે કથાઓનો ઉલ્લેખ કર્યો છે તે ખૂબજ સુંદર બોધપાઠ સાથે આપ્યા છે. જેમાં કરૂણાદ્રષ્ટિની કથાવસ્તુ નીચે પ્રમાણે છે. કથાવસ્તુ :- એકવાર મોરાક નામના ગામમાં પ્રભુ મહાવીર પધાર્યા. ત્યારે જ્વલન
491