________________
કર્મની વિચિત્રતા વગેરે વિષયો ચર્ચેલા છે. છેલ્લે શંત્રુજય તીર્થનું માહાત્મ્ય તથા વંદના અને ગુરુ પટ્ટાવલી આપેલી છે. આ ઉપદેશ પ્રાસાદને મહેલરૂપે ગણી તેના અવયવોનું વર્ણન તથા ગ્રંથ પૂર્ણતારૂપે પ્રશસ્તિ આપેલ છે.
આ ગ્રંથ સંવત ૧૮૮૩ના કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ થયો છે.
શ્રી ઉપદેશપ્રસાદ ભાષાંતર-ભાગ ૧ અહંકારી ભટ્ટની કથા, નંદિષણનું દ્રષ્ટાંત (સમકિત), અગ્નિભૂતિનું દ્રષ્ટાંત, નિગ્રન્થ (અનાથી) મુનિની કથા, અભયકુમારનું ધ્રુષ્ટાંત, પદ્મશેખર રાજાની કથા, આનંદ શ્રાવકનું ઢષ્ટાંત, પાદલિપ્તસૂરિનું દ્દષ્ટાંત વગેરે કથાઓ છે.
-
ભાગ-૨ માં અઢાર નાતરાનો પ્રબંધ, અનુમોદન (છ પુત્રોની કથા), અનંગસેન સોનીની કથા, ઇલાયચી કુમારની કથા, ગુણસુંદરની કથા, જિનપાળની કથા, બ્રાહ્મણીની કથા, રોહિણીની કથા, વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા, સૂર અને ચંદ્નકુમારની કથા, વગેરે.
ભાગ-૩માં અર્હદુત્તની કથા, ચાણક્યની કથા, દ્વિમુખ મુનિની કથા, પંચાખ્ય ભારવાહક કથા, ભાનુમંત્રીનું ધ્રુષ્ટાંત, માનદેવસૂરિનું દૈષ્ટાંત, શકટાલ મંત્રીની કથા, વસુભૂતિની કથા, શ્રેણિકરાજાની કથા, સુભદ્દની કથા, સોમવસુની કથા, રોહકની કથા, સગરચક્રીના પુત્રોની કથા, વગેરે.
પૂ.આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિશ્વરજી મહારાજ (પ્રિયદર્શન):
ગરવી ગુજરાતના મહેસાણા શહેરમાં સાધુચરત મણિભાઇ અને તેમનાં શીલવતી ધર્મપત્ની હીરાબહેન રહે. તેમના બે પુત્રો કાંતિલાલ અને મૂળચંદને પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં અને પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી (પછીથી આચાર્ય)મહારાજની વિરાગ-વાણી સ્પર્શી જતા દીક્ષા લેવાની ભાવના જાગી. તેમાં સં.૨૦૦૭ના મહા સુદ-૬ને દિવસે સુરતમાં દીક્ષા અંગીકાર કરીને કાંતિલાલ મુનિ શ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ બન્યા અને સં.૧૯૮૯ ના શ્રાવણ સુદ -૧૨ને દિવસે જન્મેલા મૂળચંદ સં.૨૦૦૭ના પોષ વદ પાંચમે દીક્ષા અંગીકાર કરીને, રાણપુર મુકામે, પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યમુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજી બન્યા.
બંને બંધુ મુનિઓની સંયમયાત્રા પૂ.ગુરૂવર્યોની નિશ્રામાં આગળ વધવા લાગી. બંને આગમ, પ્રકરણોના ઊંડા જ્ઞાતા બન્યા. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત-ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને કાવ્ય સાહિત્યનો અભ્યાસ કર્યો. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજને નાનપણથી જ લેખન અને પ્રવચનનું કૌશલ્ય
490