SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ રચનાઓ હેમચન્દ્ર, પદ્મસેન, શીલવિજય, રત્નશેખર અને પૂર્ણ મલ્ટકૃત સંસ્કૃતમાં નિબદ્ધ કૃતિઓ મળે છે. આ ચરિત્ર ઉપર રાસાઓ મળે છે. ચિત્રસેન પદ્માવતી રાસ વિનયસમુદ્ર ચિત્રસેન પદ્માવતી રાસ કલ્યાણચંદ્ર ચિત્રસેન પદ્માવતી રાસ શ્રીવંત ચિત્રસેન પદ્માવતી રાસ વૃધ્ધિ વિ. ચિત્રસેન પદ્માવતી રાસ રૂપચંદ ગુજરાતીમાં નવિજય અને ભકિતવિજયની રચનાઓનો ઉલ્લેખ મળે છે. મહાબલ-મલયસુંદરી મલયસુંદરી કથાઃ- આમાં મહાબલ અને મલયસુંદરીની પ્રણયકથાનું આલેખન છે. આ નામની અનેક રચનાઓ વિવિધ કર્તૃક મળે છે. આ કથામાં અદ્ભુત કથા સાહિત્યમાં સુજ્ઞાત કલ્પના બન્ધો(motifs)ના તાણાવાણા આખા વિસ્તારમાં ગૂંથાયેલા છે. તેમાં રાજકુમાર મહાબલ અને રાજકુમારી મલયસુંદરીનું આકસ્મિક મિલન, પછી એકબીજાનો વિયોગ, વળી પાછું સદા માટે તેમનું મિલન આલેખાયલે છે. આ બધું તેમના પૂર્વોપાર્જિત કર્મોનાં ફળોનું આશ્ચર્યજનક રૂપ છે. પછી મહાબલ જૈન મુનિ બની જાય છે અને મલયસુંદરી સાધ્વી બની જાય છે. આમ જૈન પૌરાણિક કથાને અદ્ભુત કથાથી સંમિશ્રિત કરવામાં આવી છે. આ કથાનક જૈન સમાજમાં બહુ પ્રચલિત રહ્યું છે. ૯૭ આ કથાનક ઉપર ૧૫મી સદીમાં સંસ્કૃત ગદ્યમાં અંચલગચ્છના માણિકયસૂરિએ ‘મહાબલ મલયસુંદરી' નામની કથા રચી છે. આગમગચ્છના જયતિલકસૂરિએ પણ સંસ્કૃત ગદ્યમાં આ કથાની રચના કરી છે. પલ્લીગચ્છના શાંતિસૂરિએ આ ચરિત્રને સં.૧૪૫૬માં ૫૦૦ ગ્રન્થાગ્ર પ્રમાણ રચ્યું. આ ઉપરાંત મહાબલ-મલયસુંદરી ઉપર ઘણા રાસાઓ રચાયા તે નીચે મુજબ છે. મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા મહાબલ મલયસુંદરી રાસા જિનહર્ષ ઉદયરત્ન વિવેક સૌભાગ્ય મારન જ્ઞાનનિવ ૧૬૦૪ ૧૬૪૯ ૧૬૫૩ ૧૮૦૯ ૧૮૧૪ ખાંતિવિજય રત્નવિજય 453 ૧૭૫૧ ૧૭૬૨ ૧૮૧૮ ૧૮૨૮ ૧૮૨૪ ૧૮૪૮ ૧૮૬૦
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy