________________
સુભદ્રા રાસ
માણિજ્યચંદ
૧૮૦૩ સુભદ્રા રાસ
આનંદ સુંદર
૧૯૦૩ કપુર મંજરીનો રાસ
કનક સુંદર
૧૬૬૨ કપુર મંજરીનો રાસ
અજ્ઞાત
૧૭૧ર ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર:- (પાના નં-૩૫૪) આને પદ્માવતી ચરિત્ર તથા શીલાલંકાર કથા પણ કહે છે. તેમાં સ્વદારસન્તોષ વ્રતનું માહાભ્ય દર્શાવવા માટે ચિત્રસેન અને પદ્માવતીની કથા કહેવામાં આવી છે. “ કથાવસ્તુ - રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસાર મિત્રો હતા. બંનેના રૂપથી નગરની યુવતીઓ આકર્ષાવા લાગી. લોકોએ ફરિયાદ કરી. રાજાએ જકમાં આવી સાત રત્નો આપી રાજકુમારને રાજ્ય છોડી જવા કહ્યું. રાજકુમાર પોતાના મિત્ર સાથે રાજ્ય છોડી જતો રહે છે. ભટકતાં ભટકતાં જંગલમાં એક યુવતીનું ચિત્ર જોઈ રાજકુમાર બેભાન થઈ જાય છે. ભાનમાં આવતા તે અને તેનો મિત્ર એક કેવલીને આ અંગે પૂછે છે અને જાણી લે છે કે તે ચિત્ર પદ્માવતીનું છે. પૂર્વભવમાં ચિત્રસેન અને પદ્માવતી હંસયુગલ હતાં અને બંને આ ભવમાં માનવ જાતિમાં જન્મ્યા છે. ચિત્રસેન અને તેનો મિત્ર પદ્માવતીની શોધમાં રત્નપુર જાય છે. ત્યાં ચિત્રસેને પૂર્વભવનું ચિત્ર દોરી પ્રદર્શિત કર્યું. પદ્માવતી તે ચિત્ર જોઈ બેભાન થઈ જાય છે. સ્વયંવર દ્વારા તેનું લગ્ન ચિત્રસેન સાથે થાય છે. પાછા ફરતાં એક વટવૃક્ષ ઉપર બેઠેલા યક્ષ-યક્ષિણીની વાતો સાંભળી રત્નસાર ચિત્રસેન-પદ્માવતીને અનેક દુર્ઘટનાઓથી બચાવે છે. પરંતુ છેલ્લી ઘટનામાં રત્નસારને પાષાણરૂપે પરિવર્તિત થવું પડે છે. ચિત્રસેનને ખૂબ દુઃખ થાય છે અને તે યક્ષને રત્નસારની મુક્તિનો ઉપાય પૂછે છે. પદ્માવતી પોતાને પુત્ર જન્મતાં તેને ખોળામાં લઈ જેવી પોતાના હાથથી રત્નસારની પાષાણ પ્રતિમાને સ્પર્શ કરે છે. તેવો જ તે સજીવન થઈ જાય છે. પછી ચિત્રસેનના સાહસિક કાર્યોનું વર્ણન છે. છેવટે ચિત્રસેન અને પદ્માવતી શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કરે છે અને તીર્થયાત્રાઓ કરે છે.
આ કથાને લઈને અનેક રચનાઓ થઈ છે. સૌ પ્રથમ ધર્મઘોષ ગચ્છના મહીચન્દ્રસૂરિના શિષ્ય પાઠક રાજવલ્લભે પ૧૧ સંસ્કૃત શ્લોકોમાં એક રચના સં.૧૫ર૪માં કરી છે.
બીજી રચના સં.૧૬૪૯માં દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્ટે કરી હતી. ત્રીજી રચના સં.૧૯૬૦માં બુધ્ધિવિજયે દેશી ભાષાથી મિશ્રિત જૈન સંસ્કૃતમાં કરી છે. અન્ય
452