________________
૪૨.જંબૂ પંચભવ વર્ણન ચોપાઈ
સુંદર
૧૬૯૬ ૪૩.જંબૂ ચરિત
ચેતનવિજય ૧૮૫૨ ૪૪.જંબૂરાસ
રંગરત્ન
૧૮૫૭,૧૮૬૩ ૪૫.જંબૂરાસ
રતનવિજય
૧૮૭ર ૪૬. જંબૂરાસ
મયાંક રત્ન
૧૮૯૬ ૪૭.જંબૂરાસ
અજ્ઞાત
૧૮૯૮ ૪૮.જંબૂરાસ
ઋષિ વિજેરાજ ૧૭૮૬ ૪૯.જંબૂરાસ
ઋષિ હિરઉદય ૧૭૮૬ પ૦.જંબૂરાસ
રત્ન
૧૮૦૪ ૫૧.જંબૂરાસ
ભક્તિવિજય ૧૮૧૦ પર.જંબૂરાસ
નેણચંદ
૧૮૨૧ પ૩.જંબૂરાસ
નરરાજ
૧૮૨૨ પ૪.જંબૂરાસ
મોહનવિજય ૧૮૪૨ પપ.જંબૂરાસ
રાઘવજી રામચંદજી ૧૮૫૧ કથાનક - ભગવાન મહાવીરના સમયમાં જંબૂ રાજગૃહના એક શેઠના પુત્ર રૂપે જન્મ્યા. તે અતિશય રૂપાળા હતા અને અનેક કળાઓમાં પ્રવીણ હતા. એકવાર સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરી લીધું અને વૈરાગ્યવૃત્તિ ભણી આગળ વધ્યા. તેમને રોકવા માટે માતપિતાએ તેમના લગ્ન આઠ સુંદર કન્યાઓ સાથે કરી નાંખ્યા. પરંતુ તે કન્યાઓ તેમના મનને સાંસરિક સુખોમાં વાળી ન શકી. દીક્ષાની આગલી રાતે તેમના ઘરમાં મોટો ડાકૂ ચોરી કરવા ઘુસ્યો. પરંતુ જંબૂ તો આખી રાત પોતાની પત્નીઓને સંસારના દુઃખોનું જ્ઞાન કરાવવા દૃષ્ટાન્તરૂપે અનેક કથાઓ એક પછી એક કહેતા રહ્યા અને પત્નીઓની દલીલો તોડતા રહ્યા. પેલો ડાકૂ પણ જંબૂના ઉપદેશો સાંભળી સંસારથી વિરક્ત થઈ ગયો. પરિણામે જંબૂ તેમની પત્નીઓ અને પેલો ડાકૂ પોતાના સાથીઓ સાથે દીક્ષિત થઈ ગયા. જંબુસ્વામી તપસ્યા કરી સુધર્મા સ્વામી પછી શ્રમણસંઘના નેતા-પટ્ટધર બન્યા. તે છેલ્લા કેવલી હતા અને વીર નિર્વાણ સંવત ૬૪માં તે નિર્વાણ પદને પામ્યા.
નર્મદાસુંદરી કથાનક નર્મદાસુંદરી કથા - આ કથામાં નર્મદા સુંદરી અનેક વિચિત્ર અને વિકટ પરિસ્થિતિઓમાં પડવા છતાં પોતાના સતીત્વનું રક્ષણ કેવી રીતે કરે છે તેનું અદ્ભુત આલેખન છે."
450