________________
(૧) આગમયુગ:- ઇ.સ.પૂ. છઠ્ઠી શતાબ્દીથી ઇશુની પાંચવી શતાબ્દી સુધી. (૨) પ્રાકૃત આગમિક વ્યાખ્યાયુગ:- ઇશુની બીજી શતાબ્દીથી ઇશુની નવમી શતાબ્દી સુધી. (૩) સંસ્કૃત ટીકા યુગ:- ઇશુની નવમી સદીથી ૧૪મી સદી સુધી (૪) ઉત્તર મધ્યયુગ:- ઇશુની ૧૪મી સદીથી ૧૮મી સદી સુધી (૫) આધુનિક યુગ:- ઇશુની ૧૯મી સદીથી વર્તમાન સુધી આ પાંચ કાલખંડોના નામકરણ આ પ્રમાણે પણ કરાય (૧)પૂર્વ પ્રાચીનકાળ (ર)ઉત્તર પ્રાચીનકાળ (૩)પૂર્વ મધ્યકાળ (૪)ઉત્તર મધ્યકાળ (૫)આધુનિક કાળ.
પ્રથમ કાલખંડમાં મુખ્યત્વે અર્ધમાગધી પ્રાચીન આગમોની કથાઓ આવે. આ કથાઓ સંક્ષિપ્ત અને રૂપકના રૂપમાં લખાઇ છે. જેમકે “આચારાંગ’માં શેવાળ છિદ્ર અને કાચબાએ કરેલ ચાંદની દર્શનના રૂપક દ્વારા ધર્મ અને મનુષ્ય જીવનની દુર્લભતાનો સંકેત છે. “સૂત્રતાંગમાં શ્વેતકમળના રૂપકથી અનાસક્ત વ્યક્તિ દ્વારા મોક્ષની ઉપલબ્ધિનો સંકેત છે. “સ્થાનાંગ સૂત્રમાં વૃક્ષો, ફળો આદિ વિવિધ રૂપકો દ્વારા માનવ વ્યક્તિત્વના વિભિન્ન પ્રકારોને સમજાવ્યા છે. “સમવાયાંગના પરિશિષ્ટમાં ર૪ તીર્થકરોના કથાસૂત્રોનો નિર્દેશ કર્યો છે. “ભગવતી’માં અનેક સંવાદોના માધ્યમથી દાર્શનિક સમસ્યાઓનું નિરાકરણ છે. કલ્પસૂત્ર અને આ ગ્રંથોની ટીકાઓની સાથે તુલનાત્મક અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે મહાવીરના જીવનના કથાનકોમાં અતિશયોનો પ્રવેશ કેવી રીતે થયો. જ્ઞાતાધર્મની કથાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમાં મેઘકુમાર નામના પ્રથમ અધ્યયનમાં હાથીના પૂર્વભવના કષ્ટોની અપેક્ષાએ વર્તમાન મુનિજીવનના કષ્ટ અલ્પ છે એમ સમજાવ્યું છે. બીજા અધ્યયનમાં ધન્નાશેઠ દ્વારા વિજય ચોરને આપેલા સહયોગના માધ્યમથી અપવાદમાં અકરણીય કરણીય થાય છે એવું સમજાયું છે. મોરના ઈંડાના રૂપ ઉપરથી અશ્રધ્ધા અને શ્રધ્ધાના પરિણામ સમજાવ્યા છે. મલ્લીના કથાનકમાં સ્વર્ણ પ્રતિમાના માધ્યમથી શરીરની અશુચિને સમજાવ્યું છે. કાચબાના કથાનકના માધ્યમથી સંયમી જીવનની સુરક્ષાનું મહત્ત્વ બતાવ્યું છે. “ઉપાસક દશામાં શ્રાવકોની કથાઓના માધ્યમથી શ્રાવકાચારને સ્પષ્ટ કર્યું છે. સાથે સાધનાના ક્ષેત્રમાં ઉપસર્ગોમાં અવિચલિત રહેવાનો સંકેત છે. અંતકૃત દશા”, “પપાતિક દશા’, ‘વિપાક દશા”માં સાધનાના સ્વરૂપ અને એના સુપરિણામો અને દુરાચારના દુષ્પરિણામોને સમજાવ્યું છે. ઉપાંગસાહિત્યમાં રાયપ્પણીય સૂત્રમાં અનેક રૂપકોના માધ્યમથી આત્માના અસ્તિત્વને સિધ્ધ કર્યું છે.
20