________________
આ ગ્રંથમાં આવતા કથાનકો:અર્હદાસ શેઠે કહેલી રુખ્યખુર ચોરની કથા (પાના નં-૧૯) મિત્રશીએ કહેલી જિનદત્તા અને બંધુશ્રીની કથા (પાના નં-૫૫) ચંદનીએ કહેલી સૌમ્યા અને વસુમિત્રાની કથા (પાના નં-૬૩) વિષ્ણુશ્રીએ કહેલી સોમશર્માની કથા (પાના નં-૭૦) નાગશ્રીએ કહેલી મુંડિકા અને ભગદત્ત રાજાની કથા (પાના નં-૮૦) પદ્મલતાએ કહેલી પદ્મશ્રી અને પદ્મસિંહની કથા (પાના નં-૮૯) કનકલતાએ કેહલી ઉમયકુમારની કથા (પાના નં-૯૫) વિદ્યુલ્લતાએ કહેલી વૃષભદાસ શેઠની કથા (પાના નં-૧૦૧)
વાંચતા વાંચતા એમ થાય કે શેઠ પરિણત હશે કે વિલાસની વાતો કરવાને બદલે ધર્મચર્ચા-કથા કરે છે. આજે સાવ છીંછરી અને ઉપચ્છલ્લી વાતોમાં અમુલ્ય સમય બગાડતા પતિ-પત્નીઓને આ ગ્રંથ વાંચવા જેવો છે.
વાર્તા સ્વરૂપે કહેવાયેલા આ ગ્રંથમાં ઉપદેશનો ભાર વર્તાતો નથી. પ્રવાહી શૈલીમાં ગ્રંથ ચાલ્યા જ કરે છે. ગ્રંથની શૈલી વાર્તાની છે. માટે વાંચવો ગમે તેવો છે.
સંસ્કૃતના નવા અભ્યાસુઓને આ ગ્રંથનું વાંચન ખૂબ જ સુગમ પડે તેવું છે. ધર્મની સમ્યત્વની અચલ ટૅકધારીઓની આ કથા વાંચતા મસ્તક નમી પડે છે.
ઉપદેશમાળા ઉપદેશમાળા” ગ્રંથ વિશે | વજસેનવિજયજી જણાવે છે કે,
“આ ગ્રંથ પરમાત્મા શ્રી વીરપ્રભુના હાથે સંયમ લેનાર એમના જ શિષ્ય, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસગણિવરે પોતાના સંસારી અવસ્થામાં રહેલા પુત્રના હિત માટે બનાવ્યો. એમાં માગધી ભાષામાં શ્લોકો રચાયા છે. કુલ પ૪૪ શ્લોકો છે. એક વત્સલ પિતા પોતાના પુત્રને વાત્સલ્યસભર જે હિત વચનો કહે છે એનો સંગ્રહ એ ઉપદેશમાળા ગ્રંથ..! એ હિત-વચનોમાં સંસારનું વાસ્તવિક સ્વરૂપ, વિષયની વિરૂપતા, કષાયની ઉત્કટતા, કર્મની વિચિત્રતા વગેરે સુંદર દષ્ટાંતો-કથાનકો દ્વારા વર્ણવ્યા છે. અર્થાત્ ઉપદેશમાળામાં એવું જણાવ્યું છે કે વાચકને અવશ્ય સંવેગનિર્વેદની પ્રાપ્તિ થાય.” (ઉપદેશમાળા ગ્રંથ, પ્રસ્તાવના, પાનાનં-૪ (વિ.સં.ર૦૪૧) ધર્મદાસ ગણિ, બીજી આવૃતિ)
382