________________
ચરિતમાં તરંગવતીનું ઉદાત્ત શબ્દોમાં સ્મરણ કર્યું છે.
તરંગવતી તો તેના મૂળ રૂપમાં આપણને ઉપલબ્ધ નથી પરંતુ તેનું સંક્ષિપ્તરૂપ ૧૬૪ર પ્રાકૃત ગાથાઓમાં ‘તરંગલોલા” નામે મળે છે. તરંગલોલાઃ- આને સંક્ષિપ્ત તરંગવતી પણ કહે છે. તેમાં કથાવસ્તુને ચાર ખંડોમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ એક અદ્ભુત શૃંગાર કથા છે પણ તેનો અંત ધર્મઉપદેશમાં થાય છે. તરંગલોલાના કર્તા વીરભદ્ર આચાર્યના શિષ્ય નેમિચન્દ્ર ગણિ છે. મૂળ તરંગવતીની કથાના સર્જન પછી લગભગ ૧૦૦૦ વર્ષે યશ નામના પોતાના શિષ્યના સ્વાધ્યાય માટે તરંગલોલાની રચના કરી.
સર્વ કૌમુદી ભાષાંતર
સમ્યક્તકો મુદી ગ્રંથના કર્તા મહાત્માએ અજ્ઞાત રહેવાનું પસંદ કર્યું છે.
આ ગ્રંથના કર્તા કોણ હતા? સૂરિ હતા કે મુનિ હતા એ પ્રશ્નો અનુત્તરિત છે. આજ સુધી. આ ગ્રંથના વાંચન દ્વારા એટલું જણાઈ આવે છે કે તેઓ ખૂબ વિદ્વાન હશે. ગ્રંથનો પ્રારંભ આ રીતે કર્યો છે કે,
મગધ દેશની રાજગૃહી નગરી, રાજા શ્રેણિક પ્રભુ મહાવીરને વંદન કરવા આવે છે. પ્રભુ દેશના આપી દેવછંદામાં પધારે છે અને ક્રમ મુજબ ગૌતમસ્વામી દેશના માટે પધારે છે. ત્યારે શ્રેણિક રાજા ગૌતમ ગણધરને સમક્તિનો દીવો વધારે પ્રજ્વલિત બને તેવી પ્રેરણાદાયક કથા કહેવાની વિનંતી કરે છે.
શ્રેણિક રાજાને કહેલી કથા તે આ સમ્યકત્વ કૌમુદી ગ્રંથ.
આ ગ્રંથના મુખ્ય પાત્રો શ્રેષ્ઠિ જિનદત્ત શ્રાવકના પુત્ર અહસાદ તેમજ તેમની આઠ પત્ની ઓ છે.
એક વખત રાત્રિના સમયે વાર્તાલાપમાં શેઠે પોતાની પત્નીઓને કહ્યું કે, “તમે તમારું સમકિત દઢ કેમ થયું? તેનું કારણ જણાવો.”
પત્નીઓએ કહ્યું કે, “પહેલાં આપ જણાવો. પછી અમે પણ અમારું કારણ કહીશું.”
ત્યારબાદ શેઠ અને આઠ પત્નીઓ ક્રમપૂર્વક પોતાના સખ્યત્વની દઢતાના કારણની કથા કહે છે.
381