________________
સ્ત્રીની સાથે ભોગને ભોગવવા છતાં પણ, જો ભોગસુખ તરફ ધૃણા હોય છે, તો તેઓ પરસ્ત્રી તરફ નજર પણ કરતા નથી. ગૃહસ્થોને માટે, એ પણ કામનો વિજય જ છે. એવાઓ સ્વસ્ત્રીમાં પણ ભોગવ્યાકુળ બનનારા હોતા નથી. ભોગસુખની લાલસાએ આપણી કેટલી બધી પાયમાલી કરી નાખી છે, એ વાતને તમે સમજો અને વિચારો. ભોગસુખની લાલસા જ માણસને પાપી બનાવે છે. એના તરફ ધુણાભાવ જન્મ અને મોક્ષસુખની લાલસા પ્રગટે, તો દુ:ખો ભાગવા માંડે અને સુખો સર્જાવા માંડે. જે ગૃહસ્થો ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને પામે છે, તેઓને માટે કામનો વિજય એ બહુ સામાન્ય બની જાય છે. ચારિત્રમોહના બળવાન ઉદયની વાત જુદી છે, બાકી તો વખતે ય હેયે જો ભગવાને કહેલો ધર્મ વસેલો હોય છે, તો એ ભોગી પણ કામના કારણને ભેદતો હોય છે. સમ્યગ્દર્શન ગુણનો મહિમા અસાધારણ છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ધર્મને પામેલા ગૃહસ્થો પણ કેવા કામવિજેતા હોઈ શકે છે, એ માટે મહાનુભાવ શ્રી સુદર્શન શેઠનું ઉદાહરણ યાદ કરવા જેવું છે. શ્રી સુદર્શન, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની શ્રદ્ધાવાળા હતા અને અણુવ્રતધારી પણ હતા. શ્રી સુદર્શન અણુવ્રતધારી હતા, એ સૂચવે છે કે-એમને ચારિત્રમોહનો ઉદય તો હતો જ, પણ તે ઉદય એવો બળવાન નહોતો કે- સર્વથા વિરતિને પામવા જ ન દે; આથી તેઓ સર્વવિરતિવાળા નહોતા બન્યા, પણ દેશવિરતિપણાને તેમણે સ્વીકાર્યું હતું.
શ્રી સુદર્શનને કપિલ નામનો એક પુરોહિત મિત્ર હતો. શ્રી સુદર્શનના ગુણો ઉપર એ આફીન હતો. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને પામેલા પુણ્યવાનોમાં એવા ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય આદિ ગુણો હોય છે કે-ઇતરને એ ગુણો આકર્ષ્યા વિના રહે નહિ. ભગવાને કહેલા માર્ગની શ્રદ્ધા માત્રમાં પણ, આત્માના ઘણા ગુણોને પ્રગટ કરવાની તાકાત છે. ખરેખર, શ્રી સુદર્શન જ હતા; સુદર છે દર્શન જેમનું, એવા જ હતા.
આથી, તેમના અનેક ગુણોથી આકર્ષાએલો એમનો પુરોહિતમિત્ર, રોજ પોતાની પત્નીની પાસે શ્રી સુદર્શનનાં વખાણ કરતો હતો. જ્યારે જ્યારે એ કપિલ પુરોહિત ઘેર મોડા આવતો, ત્યારે તેની કપિલા નામની પત્ની પૂછતી કે-“આપ અત્યાર સુધી કયાં હતા?” કપિલ કહેતો કે- હું મિત્ર સુદર્શનની સાથે ગોષ્ઠી કરવામાં રોકાયો હતો.” આમ કહીને તે શ્રી સુદર્શનના રૂપનું, શ્રી સુદર્શનની વાણીના માધુર્યનું, શ્રી સુદર્શનની બુદ્ધિમત્તાનું અને શ્રી સુદર્શનની સૌમ્ય પ્રકૃતિ આદિનું પ્રશંસાત્મક વર્ણન કરતો.
339