________________
નથી. મુનિ પણ મહાસમર્થ હતા, લબ્ધિધારી હતા અને તેમણે પોતાની શકિતનો પરચો આપ્યો, તરણાના ટૂકડા કર્યા અને સાડા બાર કોડ સોનૈયાનો વરસાદ થયો. આ પ્રાસાદ હતો એક નિપુણ વેશ્યાનો, વેશ્યા તો આ જોતાંજ દિલ્ગ બની ગઈ, મુનિશ્રી તો ધર્મલાભ આપી ચાલવા માંડ્યા, ત્યાં તો વેશ્યા ઉંબરામાં આડી ઉભી રહી અને બે કર જોડી વિનવવા લાગી કે મહારાજ! આ ધન મારે કામ નહિ આવે ગાડાઊંટ ભરી, થેલા ભરી આપ લઈ જાવો. કાં આપ અહીં રહી જાઓ.
વેશ્યા પછી પૂછવું જ શું? એને તો હાવ ભાવ અને ચાળા ચસ્કા દ્વારા મુનિનું મન આકર્ષી લીધું. અને મુનિ નંદિષણ ઓઘો અને મુહપત્તિ ખીંટીએ લટકાવી વેશ્યાના આવાસમાં વસવા લાગ્યા. ભોગાવલી કર્મ ઉદયમાં આવ્યું. ભોગ ભોગવવા છતાં, જળમાં કમળ જેમ નિર્લેપ રહે એમ અંતથી તેઓ ચારા હતા. એમની એ પ્રતિજ્ઞા હતી કે રોજ દસ જણને પ્રતિબોધ કરી પછી જ ભોજન લેવું. આ ક્રમ વર્ષ-બે વરસ નહિ પણ, લાગ લાગઢ ૧૨ વર્ષ ચાલુ રહ્યો. એક દિવસ નવ જણા પ્રતિબોધ પામ્યા પણ દસમો કેમેય સમજતો નહોતો, એ હતો સોનાર.
ભોજનનો સમય થતાં વેશ્યા વિનંતી કરે છે પધારો સ્વામીનાથ! ભોજન આરોગવા પધારો. આ દશમો તો મહાકામી છે. બુઝે એવો નથી. અને બોલતા બોલાઈ ગયું. કે “આજે દસમા તમે જ સહી'' નંદિષણનો આત્મા ફકત વેશ્યાના આટલા શબ્દથી જાગી ઉઠ્યો અને ઓઘો અને મુહપત્તિ લઈ તેઓ પુનઃસદગુરુના સમીપે આવ્યા. હદયના પારાવાર પશ્ચાત્તાપ પૂર્વક-વૈરાગવાસિત ભાવનાથી પુન તેમણે સંયમ અંગીકાર કર્યું અને તેઓ તપ-૫, ક્રિયાકાંડ, જ્ઞાન-ધ્યાન દ્વારા પાપને પખાળવા લાગ્યા અંતે કાળ કરી સ્વર્ગલોકમાં સીધાવ્યા. મુનિ નંદિષણની આ કથા આપણને અનેરી પ્રેરણા આપે છે.
શ્રી અભયકુમાર શ્રી અભયકુમાર પોતે ધર્માસક્ત રહ્યા છતાંય, તેમના પિતાશ્રી શ્રેણિક મહારાજાનું રાજ્ય ચલાવતા હતા. તેમના હૈયે સંસારના સુખની, રાજ્યની સ્પૃહા ન હતી, પણ મોક્ષની સ્પૃહા હતી અને એ માટે ધર્મની સ્પૃહા હતી.
આથી જ, એક વાર જ્યારે શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી અભયકુમારને કહ્યું કેવત્સ! હવે તો તું જ આ રાજ્યનો સ્વીકાર કર, કે જેથી હું ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સેવાના સુખનો રોજ આશ્રય કરી શકું!'' ત્યારે શ્રી અભયકુમારે કહ્યું કેઆપ જે આજ્ઞા કરો છો તે ઘટિત છે, પરંતુ તેને માટે થોડીક રાહ જુઓ!”
શ્રી અભયકુમારે આવું એટલા માટે નથી કહ્યું કે-તક જોઈને રાજગાદીએ બેસવું!
334