________________
વિચારથી ટોપ લેવાને માટે તેમણે જેવો હાથ નાંખ્યો, કે તરત જ પોતાનું ચારિત્ર યાદ આવ્યું.
એમ ચારિત્ર યાદ આવતાની સાથે જ, રાજર્ષિએ વિચાર્યું કે “રોદ્ર ધ્યાનનો અનુબંધ કરનાર મને ધિક્કાર હો, મેં તો બધાય પ્રકારની મમતાનો ત્યાગ કરેલો છે. એટલે મારે પુત્રની સાથે પણ કાંઈ નિસ્બત નથી. અને મંત્રીઓની સાથે પણ કાંઈ નિસ્બત નથી.” આ પ્રમાણે વિચારતાં, વિચારતાં તેમણે પોતાના ઉપર જામી જવા પામેલી મોહની સત્તાને ફગાવી દીધી. તેમણે પોતાના આત્માને પુનઃ વિવેકમાં સ્થાપિત કરી દીધો. પોતાનાથી થઇ ગયેલા પાપથી પ્રતિક્રમવાની ક્રિયાને શરૂ કરી દીધી. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જાણે કે પોતાની આંખ સામે જ છે- એવી કલ્પના કરી લીધી. ભગવાનને ભક્તિપૂર્ણ હૃદયે વંદન કર્યું. અને પ્રશસ્ત ધ્યાનારૂઢ બની ગયા. એ ધ્યાનમાં વધતે,એ રાજર્ષિએ કેવળજ્ઞાનને ઉપાજર્યુ.
આમ અંતમુહૂર્તમાં સાતમી નરકના બદલે કેવળજ્ઞાનને ઉપાજ. આમાં નિમિત્ત મુનિવેષ બન્યો હતો. ધન્ય હો આવા મુનિને!
શ્રી નંદિષેણ મુનિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે આ પૃથ્વી તલને પાવન કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે તેમની અમીસમી મીઠી વાણી શ્રવણ કરવા નગરની જનતા ટોળે વળી ઉમટી હતી. મગધાધિપતિ રાજા શ્રેણિક પણ પોતાના વિશાળ પરિવાર સાથે આવ્યા હતા, પ્રભુની એક એક દેશનામાં કેક આત્માઓ ભવસાગર તરી જતા હતા. રાજપુત્ર નંદિષેણ પણ પ્રભુની મધુરી વાણી સાંભળી વેરાગી બન્યો અને દીક્ષા લેવા તૈયાર થયો. શાસન દેવીએ ના પાડી કે દીક્ષા ના લેશો કારણ કે તમારું ભોગાવલી કર્મ હજી બાકી છે. પણ રણે ચઢ્યો લડવૈયો જેમ પાછો ન ફરે તેમ વૈરાગી બનેલા નંદિષેણે પણ આ વાત ધ્યાનમાં લીધી નહિ અને ખુદ ભગવાન મહાવીરના વરદહસ્તે દીક્ષા અંગીકાર કરી એમના શિષ્ય બન્યા. દીક્ષા લીધા પછી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી એટલું જ નહિ પણ કાયાની માયાને તિલાંજલી આપવા એમણે પહાડ જેવા નિર્જન પ્રદેશમાં વિહરવા માંડ્યું. તેઓ આત્મ સાધનામાં લીન બન્યા, આમ છતાં એમનું મન કાબૂમાં નહોતું આવતું. છેલ્લે તેમણે આપઘાત કરવાનો વિચાર કર્યો, પણ પાછો વિચાર ફર્યો, અને તેઓ એકદા છઠના પારણે નગરીમાં વહોરવા પધાર્યા, એક ઉંચો પ્રાસાદ નિહાળી તેમણે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો, પણ સામો અવાજ અથડાયો કે અહીં તો અર્થ લાભની જરૂર છે, ધર્મલાભની જરૂર
333