________________
એકવાર મહાશતક ધર્મ જાગરિકા કરે છે. ત્યારે રેવતી તેના પર અનુકૂળ ઉપસર્ગ કરે છે. ત્યારે અડગ મહાશતક આગળ રેવતી ઉપેક્ષિત થઇ જે દિશામાં આવી હતી પાછી તે દિશામાં ગઇ. મહાશતક પ્રતિમા ધારણ કરે છે અનશન સ્વીકારે છે. મહાશતકને અવધિજ્ઞાન થાય છે. રેવતી દ્વારા પુનઃ તેના ઉપર ઉપસર્ગ થતાં તે રેવતીનું મરણાન્તર નરકમાં ગમન થશે એમ કહે છે. જે સાંભળી રેવતી ભયભીત થાય છે અને વ્યથિત થઇ રોગથી પીડિત તે રત્નપ્રભા નારકીમાં ચોર્યાસી હજાર વર્ષના આયુષ્યવાળા નરકમાં નારકરૂપે ઉત્પન્ન થઇ.
ભગવાન મહાવીર મહાશતક પાસે ગૌતમને મોકલે છે અને ગૌતમ મહાશતકને પ્રાયશ્ચિત કરવા કહે છે. મહાશતક આલોચના લે છે અને એક માસની સંલેખના દ્વારા અરુણાવતુંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યારબાદ મહાવિદેહ ક્ષેત્રમાં તે સિધ્ધ થશે. બુધ્ધ થશે.
મ
લેતિકાપિતા કથાનકઃ- તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ચૈત્ય હતું અને ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં ધનાઢ્ય શ્રાવક લેતિકાપિતા રહેતો હતો. એકવાર ભગવાન મહાવીરનું સમવસરણ ત્યાં રચાય છે અને લેતિકાપિતા ધર્મશ્રવણ માટે જાય છે. ધર્મશ્રવણ કર્યા બાદ ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે. તેની પત્ની ફાલ્ગુની પણ શ્રમણોપાસિક બને છે.
એકવાર લેતિકાપિતા ધર્મ જાગરણ કરે છે પ્રતિમા ધારણ કરે છે. અનશન કરી સમાધિ મરણ પામી સૌધર્મ કલ્પના અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી આયુ ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિધ્ધ, બુધ્ધ થશે.
૫૭
શંખ અને પુષ્કલી કથાનકઃ- તે કાળે ને સમયે શ્રાવસ્તી નગરી હતી ત્યાં શંખ શ્રમણોપાસક ને ઉત્પલા નામે પત્ની હતી. તે નગરીમાં પુષ્કલી નામે ધનાઢ્ય શ્રાવક પણ રહેતો હતો. એકવાર શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ રચાય છે અને ત્યાં ધર્મશ્રવણ કરવા શંખ જાય છે. ધર્મ શ્રવણ કર્યા બાદ એક દિવસ શંખ પૌષધ કરે છે. મધ્ય રાત્રિએ ધર્મ જાગરણ કરતા શંખ સંકલ્પ કરે છે કે પ્રભુ મહાવીરને વંદન કરી પછી પારણું કરશે. ત્યારબાદ તે ધર્મ જાગરણ કરી અનશન કરી સમાધિ મરણ પામી દેવ બને છે. ત્યાંથી આયુ પૂર્ણ થતાં મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિધ્ધ બની સર્વ દુઃખોનો અંત કરશે.
પ
જે વ્યકિત કોઇ આપ્ત પુરુષના સિધ્ધાંતને માનવા છતાં કોઇ વિશેષ બાબતમાં આગ્રહ કે અભિનિવેશપૂર્વક વિરોધ કરે અને પછી પોતાના દુરાગ્રહને કારણે પોતે એક અલગ મતનો પ્રવર્તક બની બેસે છે તેને નિન્દવ કહેવામાં આવે છે.
328