________________
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધિ ગતિ પ્રાપ્ત કરશે.' સદ્દાલપુત્ર કુંભકાર કથાનક - તે કાળે તે સમયે પોલાસપુર નગરમાં સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં આજીવિક ગોશાલકનો અનુયાયી સદાલપુત્ર નામે કુંભકાર રહેતો હતો. એકવાર એક દેવ પ્રગટ થાય છે અને પ્રભુ મહાવીરની પ્રશંસા કરી ચાલ્યો જાય છે. સદ્દાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણમાં ધર્મશ્રવણ માટે જાય છે. અને ભગવાન મહાવીરને પોતાની કર્મશાળામાં પધારવા આમંત્રણ આપે છે. મહાવીર તેના નિવેદનને સ્વીકારી જાય છે. ત્યાં બનાવેલા વાસણ જોઈ તેમણે સાલપુત્રને પૂછ્યું, “આ વાસણ કેવી રીતે બન્યા?” ત્યારે સાલ પુત્રે કહ્યું આ બધા વાસણો માટી લાવી ચાકડે ચઢાવી પછી બન્યા. તેને કહ્યું આ બધા ભાવ-થનારા કાર્યો નિયત નિશ્ચિત છે. પ્રભુ મહાવીરે કહ્યું કે આ વાસણોને કોઈ ચોરી લે, છિન્ન-ભિન્ન કરી નાખે, ફોડી નાખે તો તું એ પુરુષને શું દંડ આપે? ત્યારે એ કહે છે કે એને ફટકારીશ, મારીશ, બાંધી દઈશ. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, આ ભાવો નિયત છે તો કોઈ ચોરી લે તો તું તે પુરુષને મારી શકતો નથી, અગર તું મારે છે તો તું જ કહે કે ઉત્થાન, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમનું અસ્તિત્વ નથી. એ તારું કથન મિથ્યા છે. આ વાત સાલ પુત્રને ઉતરી ગઇ તે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે છે.
હવે ગોશાલક તેને પોતાનો પુનઃ અનુયાયી બનાવવા જાય છે. એણે જ્યારે જોયું કે સદાલપુત્ર શ્રમણ મહાવીરને અનુસરે છે. તે જોઈ ગોશાલો મહાવીરના ગુણગાન ગાય છે. મહાવીર સાથે વિવાદ કરવામાં ગોશાલ સમર્થ નથી. આથી ગોશાલક ત્યાંથી ચાલ્યો જાય છે.
સદાલ પુત્ર ધર્મ જાગરિકા કરે છે. દેવકૃત ઉપસર્ગ થાય છે પણ તે સમભાવ પૂર્વક સહન કરે છે. પરંતુ તેની ભાર્યા પર મરણાંત ઉપસર્ગ સહન ન થતાં કોલાહલ કરે છે. અને દેવ માયા વિમુર્તી ચાલ્યો જાય છે. સાલ પુત્ર પ્રાયશ્ચિત કરે છે. અને પ્રતિમા ધારણ કરે છે. સાલ પુત્ર અનશન કર્યું અને સમાધિ મરણ પામી દેવલોકમાં જાય છે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ થશે અને સર્વ દુઃખોનો અંત કરશે." મહાશતક ગાથાપતિ કથાનક - રાજગૃહ નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. ત્યાં મહાશતક નામનો ગૃહસ્થ રહેતો હતો. તેની પત્ની રેવતી હતી. મહાશતક ધનાઢ્ય હતો. એકવાર પ્રભુ મહાવીરનું સમવસરણ રચાય છે. મહાશતક ધર્મ શ્રવણ કરવા ત્યાં જાય છે. સાંભળીને ગૃહસ્થ ધર્મ સ્વીકારે છે. જ્યારે તેના પત્ની રેવતી માંસ-મદ્ય આદિનું સેવન કરે છે. રાજગૃહ નગરમાં અમારિ-ઘોષણા થઈ છતાં તે માંસમઘનું સેવન છોડતી નથી.
327