________________
મૃગાવતીની દીક્ષા થાય છે. ર૦મું ચોમાસું વૈશાલીમાં, રરમું ચોમાસું રાજગૃહમાં, ર૩મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં ત્યાર બાદ મૃગાવતી અને ચંદનાને કેવળજ્ઞાન થાય છે. ર૪મું ચોમાસું રાજગૃહમાં ત્યાર બાદ શ્રેણિકનું મૃત્યુ થાય છે. શ્રેણિકના પૌત્રો આદિની દીક્ષા થાય છે.
ર૫મું ચોમાસું મિથિલામાં થાય છે. ત્યાર બાદ શ્રેણિકની વિધવા રાણીઓની દીક્ષા થાય છે. ર૮મું ચોમાસું વૈશાલીમાં, ર૯મું રાજગૃહમાં, ૩૦મું વાણિજ્ય ગામમાં, ૩૧મું વૈશાલીમાં, ૩રમું વૈશાલીમાં થાય છે. ત્યારબાદ પાર્શ્વ પરંપરાના ગાંગેય શ્રમણ સાથે ભેટો થાય છે, જે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી સિધ્ધ ગતિ પ્રાપ્ત કરે છે. ૩૩મું ચોમાસું રાજગૃહમાં, ૩૪મું નાલંદામાં ત્યારબાદ સુદર્શન શેઠની દીક્ષા થાય છે, જે સારું ચારિત્ર પાળી સિધ્ધ ગતિને પામે છે. ૩૫મું ચોમાસું વૈશાલીમાં, ૩૬મું ચોમાસું મિથિલામાં,. ૩૭મું ચોમાસું રાજગૃહમાં, ૩૪મું ચોમાસું નાલંદામાં, ૩૯ભું ૪૦મું ચોમાસું મિથિલામાં, ૪૧મું ચોમાસું મગધમાં થાય છે.
પ્રભુવીરનું અંતિમ ચોમાસું પાવાપુરીમાં થાય છે. જ્યાં ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, પ્રભુ મહાવીર આસો માસ વદ અમાવસ્યામાં હસ્તિપાલની રાજસભામાં નિર્વાણને પામે છે. પ્રભુના નિર્વાણના સમાચાર મળતાં જ વિલાપ કરતા ગૌતમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (કારતક સુદ એકમની સવારે)
મહાવીર ભગવાનની કુંડળી ચૈત્ર સુદ તેરસ, ઉતરાફાલ્યુની નક્ષત્ર, કન્યા રાશિ. વિક્રમ પૂર્વ પ૪૨. મધ્યરાત્રિ, ક્ષત્રિયકુંડ નગર, ઇસવીસન પૂર્વ પ૯૯ માર્ચ ૩૦ સોમવાર
કે
૧૨ - સૂ
મે ૧ બુ
૧૦ x
X શ ૭
રા
૪
ગુ
318