________________
શ્રમણ ભગવાન મહાવીરે પાંચમું ચોમાસું ભદિલપુર, છઠ્ઠું ચોમાસું ભદ્રિકાપુરી, ૭મું ચોમાસું-આલંભિકા નગરીમાં, ૮મું ચોમાસું રાજગૃહી નગરીમાં, ૯મું ચોમાસું લાઢ દેશમાં, ૧૦મું ચોમાસું શ્રાવસ્તી નગરીમાં કર્યું. ત્યાં ભદ્ર પ્રતિમા ધારણ કરી.
મલેચ્છોના દેશમાં પોતાની જાતને મૂકી ઉગ્ર પરીક્ષા આપેલી. એક રાત્રિમાં ર૦ ઉપસર્ગ જે સંગમ નામના દેવે ઉભા કર્યા હતા. જેવા કે, પિશાચો, વાઘ, પક્ષીઓના પાંજરા, ભયંકર વંટોળિયો, સિધ્ધાર્થ-ત્રિશલાના સ્વરૂપ, જોરથી ઉછળતું કાળચક્ર આદિ. સંગમ આખરે થાકીને જતો રહે છે. પ્રભુ મહાવીરને તેની માટે પણ આંખમાં આંસુ આવે છે કે આ જીવ કાંઈ પામ્યો નહિ. પ્રભુવીરે લીધેલ અભિગ્રહ -
સતી, રાજકુમારી, દાસીપણું પામેલી, પગમાં બેડી, માથે મુંડન, રુદન, એક પગ ઉબંરામાં બીજો બહાર, હાથમાં સૂપડામાં અડદના બાકુળા અને ભિક્ષા હોરાવે તો જ પારણું કરવું નહિ તો નહિ.
છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે તેમનું પારણું ચંદનાના હાથે થાય છે. જે એમની પ્રથમ શિષ્યા થયા. ૧૨મું ચોમાસું ચંપાનગરીમાં કર્યું. સાડાબાર વર્ષની ઘોર સાધના બાદ પ્રભુવીરને જુવાલિકા નદી, જંભક ગામની બહાર, શાલ વૃક્ષની નીચે ગોદોહાસને વૈશાખ સુદ-૧૦, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચોથા પ્રહોરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. છદ્મસ્થમાંથી અહંત, જિન, સવર્ણ, બન્યા. પ્રભુવીરની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. પ્રભુવીરના પ્રથમ અગિયાર શિષ્યો સંશય લઈને આવે છે મહાવીર પ્રભુ તે દૂર કરે છે તે બધા દીક્ષા ગ્રહણ કરે છે.
૧૩મું ચોમાસું રાજગૃહીમાં કરે છે. ત્યાં સાષભદત્ત અને દેવાનંદાને પ્રતિબોધ કરે છે. જેઓ દીક્ષા લઇ સિધ્ધ ગતિને પામે છે. જમાલિ અને પ્રિયદર્શના પણ દીક્ષા લે છે. પ્રભુથી અલગ રહી જમાલી પોતાના સ્વતંત્ર સિધ્ધાંતની સ્થાપના કરે છે. જે પ્રભુથી અળગા રહીને જ ૩૦ ઉપવાસ કરી મૃત્યુ પામે છે. ૧૪મું ચોમાસું વૈશાલીમાં કર્યું ત્યાર બાદ જયંતિની દીક્ષા થાય છે. ૧૫મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં થાય છે. ત્યાર બાદ ધન્ના શાલીભદ્રની દીક્ષા થાય છે. જેઓ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી દેવગતિને પામે છે. ૧૬મું ચોમાસું રાજગૃહમાં થાય છે. ત્યાર બાદ કામદેવની દીક્ષા થાય છે. તે પણ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી દેવગતિને પામે છે. ઉદયન રાજર્ષિની દીક્ષા થાય છે. ૧૭મું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં થાય છે. ત્યાર બાદ ચુલ્લશતકની દીક્ષા થાય છે. અઢારમું ચોમાસું રાજગૃહમાં થાય છે. ત્યાર બાદ આદ્રકુમાર, અભયકુમારની દીક્ષા થાય છે. ૧૯મું ચોમાસું રાજગૃહીમાં કરે છે ત્યાર બાદ
317