________________
પાણી પીને પાછો ફરે છે ત્યારે તેનો પગ કાદવમાં ખેંચી જાય છે. એ જ વખતે આ સર્પ કુંભ સ્થળ પર તેને હસ્યો. યુથાધિપતિ સમાધિ મરણ પામે છે. હાથિણી પણ દુસ્તપ કરી સમાધિ મરણ પામે છે. કાળક્રમે કુલ્ફટ સર્પ મૃત્યુ પામી સત્તર સાગરોપમના આયુષ્યવાળો પાંચમી નરક ભૂમિમાં નારકી થયો. ત્રીજો ભવઃ- યૂથપતિ ગજેન્દ્ર મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. (વરુણાનો જીવ) હાથણી મૃત્યુ પામી બીજા દેવલોકમાં દેવી થઇ. અહીં તેને ઘણા દેવો ઇચ્છે છે. પરંતુ તેનું મન કોઇ ઉપર ચોંટ્યું નહિ. આ વાત ગજેન્દ્રદેવે અવધિજ્ઞાનથી જાણી અને તેને સહસ્ત્રાર દેવલોકમાં લાવે છે. અને તેની સાથે કાળનિર્ગમન કરવા લાગ્યો. ચોથો ભવઃ- આ દેવ મૃત્યુ પામી વૈતાદ્યગિરિ ઉપર તિલકા નગરીમાં વિદ્યત્વેગ રાજા અને કનકતિલકા રાણીના પુત્ર કિરણબેગ તરીકે જન્મ લે છે. અનુક્રમે યુવાન થતાં તેના લગ્ન પદ્માવતી રાણી સાથે થાય છે. તેઓને કિરણતેજ નામે પુત્ર જન્મે છે. જેને રાજ્ય ગાદી સોંપી કિરણવેગ સુરગુરૂ આચાર્ય પાસે દીક્ષા લે છે. આ કિરણગ મુનિ હિમગિરીની ઉપર પ્રતિસાધારી કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં કુર્કટ નાગનો જીવ પાંચમી નારકીમાંથી નીકળી આ અટવીમાં સર્પપણે ઉત્પન્ન થાય છે. આ મુનિને જોતાં તેને વૈર જાગ્યું અને મુનિના શરીરે વીંટળાઇને ડંસ માર્યા. મુનિના શરીરમાં ઝેર પ્રસર્યું. મુનિ પોતાનું ધ્યાન પંચપરમેષ્ઠિમાં લીન કરે છે અને સમાધિ મરણ પામે છે. મુનિને પટકાયેલ દેખી સર્પ આનંદ પામે છે. ત્યાર બાદ ઘણા જીવોનો નાશ કરતો મૃત્યુ પામી બાવીશ સાગરોપમની સ્થિતિવાળી છઠ્ઠી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. આમ મરુભૂતિનો જીવ ઉત્તરોત્તર ઉચ્ચસ્થાન પામે છે, જ્યારે કમઠના જીવનું અધ:પતન થાય છે. પાંચમો ભવઃ- કિરણબેગ મુનિ (મરુભૂતિનો જીવ) સમાધિ મરણથી મૃત્યુ પામી બારમા દેવલોકમાં જંબુદ્વમાવર્ત નામના વિમાનમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. કમઠનો જીવ બાવીશ સાગરોપમવાળી સ્થિતિમાં તમ:પ્રભા નરકમાં ઉત્પન્ન થયો. છઠ્ઠા ભવઃ- કિરણવેગનો જીવ દેવનું આયુષ્ય પૂર્ણ કરી વજુવીર્ય રાજા અને લક્ષ્મીવતી રાણીની કૂખે વજુનાભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. વજુનાભ અનુક્રમે મોટા થતા તેમને ચક્રાયુધ નામે પુત્ર ઉત્પન્ન થાય છે. તે મોટો થતાં તેને રાજ્યભાર સોંપી વજૂનાભ રાજા ક્ષેમંકર પ્રભુની પાસે દીક્ષા લે છે. દીક્ષા બાદ તેમને આકાશગામિની લબ્ધિ પ્રાપ્ત થતાં તે આકાશમાર્ગે ઉડીને સુકચ્છ વિજયમાં આવે છે. કાઉસગ્ગ ધ્યાન કરે છે. આ જ અટવીમાં કમઠનો જીવ કુરંગડ નામે ભીલ થાય છે. જે સવારમાં મુનિના
308