________________
પર્વ-૯ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર સર્ગ ૨ થી ૪*
પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભવ પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદરાજા રાજ્ય કરતો હતો. એ જ નગરમાં વિશ્વભૂતિ પુરોહિતને બે પુત્રો મરુભૂતિ અને કમઠ હતા. મરુભૂતિ (પાર્શ્વનાથ ભગવાનનો જીવ) એકવાર હરિશ્ચંદ્ર આચાર્યની દેશના સાંભળવા જાય છે અને તેમને સંસાર પ્રત્યે વિરક્તિ થઈ જાય છે. આ વાત તેના પત્ની વસુંધરાને ન ગમી. વસુંધરાની મનોવેદના કમઠને ખબર પડે છે. તે વસુંધરાને પોતાની કરે છે. મરુભૂતિ તો પોતાની આરાધના સાધનામાં લાગેલો હોય છે. પરંતુ કમઠની પત્ની વરૂણાને આ અપકૃત્યની જાણ થાય છે. તે દિયર મરુભૂતિને આ વાત કરે છે. મરુભૂતિને આ વાતમાં ભરોસો નથી બેસતો પરંતુ જ્યારે તે નજરોનજર પોતાની પત્ની અને ભાઈનું દુએષ્ટિત નિહાળે છે ત્યારે તે ન્યાય માંગવા અરવિંદરાજા પાસે જાય છે. સાક્ષી તરીકે કમઠની પત્ની વરૂણાને રાખે છે. રાજા મરુભૂતિને ન્યાય આપે છે અને કમઠને બોલાવી ગધેડા ઉપર બેસાડી આખા નગરમાં ફેરવી બહાર કાઢી મૂકે
નગરમાં ધિક્કાર પામેલો કમઠ શિવ તાપસ પાસે જઈ ઉગ્ર તપસ્યા કરે છે. આ બાજુ મરભૂતિને પાશ્ચાતાપ થાય છે. તે કમઠ પાસે જઈ ક્ષમા માંગે છે, પરંતુ કમઠ તો ક્રોધથી શીલા ઉપાડી મરુભૂતિ ઉપર ફેંકે છે. મરુભૂતિ આર્તધ્યાનથી મૃત્યુ પામે છે. કમઠ નિંદાને પાત્ર બને છે. તેનું આવું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બોલતા નથી પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામે છે. આ નગરનો અરવિંદરાજા પણ કાળક્રમે દીક્ષા લે છે.
બીજો ભવઃ- મરુભૂતિનો જીવ મૃત્યુ પામી વિંધ્ય પર્વતમાં ચૂથપતિ હાથી થાય છે. કમઠની સ્ત્રી વરુણા યૂથનાથ ગજેન્દ્રની વ્હાલી હાથણી થઈ. એકવાર અરવિંદમુનિ વિહાર કરતા આ અટવામાં આવે છે અને કાઉસગ્ગ ધ્યાન કરે છે. આ સમયે યુથનાથે ત્યાં સાર્થને પડાવ નાંખેલો જોયો. તેની નજર તંબૂઓ પર પડી અને યમરાજની જેમ તે તે તરફ દોડ્યો. વચ્ચે આ મુનિને જોતા શાંત થયો. મુનિએ અવધિજ્ઞાનથી તેનો આગળનો ભવ જાણ્યો અને તેને કહ્યું મરુભૂતિ હવે તો તો તું સમજ શાંત થા. હાથીને પૂર્વભવ યાદ આવે છે. અને પ્રતિબોધ પામી શ્રાવક ધર્મ સ્વીકારે છે. તે સૂકું ઘાસ ખાતો અને કોઇને ઉપદ્રવ ન કરતો. કમઠનો જીવ આર્તધ્યાનથી મૃત્યુ પામી આ જ અટવીમાં કુલ્ટ જાતિનો સર્પ થાય છે. એક વખત યુથાધિપતિ સરોવરમાંથી
307