________________
અગ્યિારમો ભવઃ- સર્વાર્થ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્યવાળા દેવ થાય છે. બારમો ભવ:- જંબુદ્વીપના હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરા રાણી રાજ્ય કરે છે. શાંતિનાથ ભગવાનનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાંત થયો હતો તેથી તેમના પિતાએ તેમનું નામ શાંતિનાથ પાડ્યું. શાંતિનાથ તીર્થકર તેમજ પાંચમા ચક્રવર્તી હતા. પ્રભુની ઉમર ૫૦૦૦ વર્ષની હતી ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. અનેક રાજકન્યા સાથે લગ્ન થયા. યશોમતી રાણીથી પુત્ર પ્રાપ્તિ થઈ તે દરમ્યાન એક ચક્ર દેખાયું. આથી પુત્રનું નામ ચક્રાયુધ રાખ્યું. છઠ્ઠની તપસ્યાવાળા સ્વામીએ હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે સુમિત્ર રાજાના ઘરે પરમાન્ન વડે પારણું કર્યું. બાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ફરીને એકવાર સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં નંદિવૃક્ષની નીચે છઠ્ઠના તપવાળા પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. સમેતશિખર પર્વત ઉપર નવસો સાધુઓ સહિત એક માસના અનશનવાળા પ્રતિમાએ રહેલા શાંતિનાથ ભગવાન લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ ૧૩ ના દિવસના પ્રારંભે નિર્વાણ પામ્યા.
શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી શાંતિનાથ પ્રભુનો નિર્વાણ કાલ પોણા પલ્યોપમે ઉણા ત્રણ સાગરોપમ ગયા પછી થયેલો છે. વૈશાખ વદ તેરસ, ભરણી નક્ષત્ર, મેષ રાશિ.
૧૨ /
શ
૧૦ કે
X
૮
-
ચં
,
૧
બ
/
મં
૭.
ગુ
રા.
284