________________
૧૫.શ્રી ધર્મનાથ ચરિત્ર સર્ગ-પમો" પહેલો ભવઃ- ધાતકીખંડ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભદ્રિલ નામે નગર છે. તેમાં દઢરથ નામે રાજા હતો. વૈરાગી રાજા વિમલવાહન નામના ગુરૂ પાસે દીક્ષા લઈ તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. બીજો ભવઃ- તે વૈજયંત વિમાનમાં મહર્દિક દેવતા થાય છે. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભારતવર્ષમાં રત્નપુર નગર હતું. ત્યાં ભાનુ નામે રાજા હતો. તેને સુવ્રતા નામે રાણી હતી. દઢરથ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમના માતાને ધર્મ કરવાનો દોહદ થયો હતો તેથી ભાનુ રાજાએ તેમનું નામ ધર્મ રાખ્યું. યૌવન વય પ્રાપ્ત થતા માતાપિતા તેમના લગ્ન કરાવે છે. તેમજ રાજ્ય સોંપે છે. અવસર જોઇ પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાના બીજા દિવસે ધર્મસિંહ રાજાના ઘરે પારણું કર્યું. બે વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મોક્ષ સમય નજીક જાણી ૧૦૮ મુનિઓની સાથે અનશન સ્વીકારી દશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ધર્મનાથ પ્રભુ નિર્વાણને પામે છે. અનંતનાથ સ્વામીના નિર્વાણ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધર્મનાથ સ્વામીનું નિર્વાણ થયું. મહા સુદ ત્રીજ, પુષ્ય નક્ષત્ર, કર્ક રાશિ
સૂ ૧૦ બુ
ચ
૪
ગુ
281