________________
૧૨.શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર સર્ગ-બીજા
પર્વ-૪થું ભવ પહેલો:- પુષ્કરદ્વીપના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તેમાં પોતર રાજા રાજ્ય કરતો હતો. એ રાજાએ વજનાભ ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. ભવ બીજો - પ્રાણત નામના દશમા દેવલોકમાં મહર્બિક દેવ પણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ:- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં ચંપા નગરી છે. તેમાં વાસુપૂજ્ય નામે રાજા છે જેને જયા નામે પટ્ટરાણી હતી. પદ્મોતરનો જીવ દેવલોક જ આયુષ્ય પૂર્ણ કરી તેમના પુત્ર રૂપે જન્મે છે. પિતાએ વિધિ પ્રમાણે તથા યોગ્યતા પ્રમાણે તેમનું નામ વાસુપૂજ્ય પાડ્યું. માતાપિતાને સમજાવી તથા લોકાંતિક દેવોની વાત સાંભળી પ્રભુએ યૌવન વયે દીક્ષા લીધી. દીક્ષાના બીજા દિવસે સનંદ રાજાના ઘરે પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દીક્ષાના ૧ માસ પછી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ મોક્ષ કાળ નજીક જાણી ચંપા નગરી પધાર્યા ત્યાં છસો મુનિઓની સાથે અનશન સ્વીકારી બોંતેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા.
શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન નિર્વાણ પામ્યા મહા વદ ચૌદશ, શતભિષા નક્ષત્ર, કુંભ રાશિ
X
૬
૧૦ મે
સૂ ૧૧ બુ
૮ કે શ
૫
રા
275