________________
૧૦. શ્રી શીતલનાથનું ચરિત્ર સર્ગ-૮મો" ભવ પહેલો:- પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રના વજ નામના વિજયમાં સુસીમા નામે નગરીમાં પડ્યોતર નામે ત્યાં રાજા હતો. ત્રિસ્તાઘ નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વિપના દક્ષિણ ભારતમાં ભદ્દિલપુર નગર છે. તેમાં દઢરથ નામે રાજા હતો. તેને નંદા નામે પટ્ટરાણી હતી. પદ્મોતર રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમના પિતાને દાહજ્વર થયો ત્યારે નંદારાણીના સ્પર્શથી શીતલતાને પામ્યા. તેથી તેમનું નામ શીતલ પાડ્યું. માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું તેમજ રાજ્યનો સ્વીકાર કર્યો. સમય જતા લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના બીજા દિવસે પુનવર્સ રાજાને ઘેર પારણું કર્યું. દીક્ષાના ત્રણ માસ પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૧ માસનું અનશન કરી ૧ હજાર મુનિઓની સાથે મોક્ષ પદ પામ્યા. સુવિધિનાથના નિર્વાણ પછી નવકોટિ સાગરોપમ વ્યતીત થયે શીતલનાથ પ્રભુનો નિર્વાણ કાળ થયો. પોષ વદ બારસ, પૂર્વાષાઢા, નક્ષત્ર, ધનરાશિ.
આંસુ ૧૦ બુ
/
ગુ
૪
/
૨
271