________________
૯.શ્રી સુવિધિનાથનું ચરિત્ર સર્ગ-૭મો" ભવ પહેલો:- પુષ્કરવર દ્વીપના પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. સંસારનો પાર પામવાની ઈચ્છાથી જગન્નદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવ - વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરે છે ત્રીજો ભવઃ- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં કાકંદી નામે નગરી છે, તેમાં સુગ્રીવનામે રાજા હતો. તેને રામ નામે એક પત્ની હતી. મહાપદ્મ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન માતા સર્વકાર્યમાં ચતુર થયા હતા તથા પુષ્પના દોહદને લીધે પ્રભુને દાંત ઉગ્યા હતા. તેથી પિતાએ સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ પ્રભુના કર્યા. યૌવન વય થતા પિતાના આગ્રહથી તેઓ રાજકન્યાઓને પરણ્યા. પિતાની આજ્ઞાથી રાજ્યભાર ગ્રહણ કર્યો. સમય જતાં લોકાંતિક દેવોએ પ્રભુને દીક્ષા સમય જણાવ્યો. દીક્ષાના બીજા દિવસે પુષ્પરાજાને ઘરે પારણું કર્યું. દીક્ષાના ૪ માસ પછી કેવળજ્ઞાનને પામ્યા. ૧ માસના અનશન વડે પ્રતિમામાં રહેલા શ્રી સુવિધિ પ્રભુ હજાર મુનિ સાથે મોક્ષ પદ પામ્યા.
શ્રી ચંદ્રપ્રભપ્રભુના નિર્વાણ પછી નેવું કોટી સાગરોપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. કારતક વદ પાંચમ, મૂળ નક્ષત્ર, ધન રાશિ.
૪
સૂ ૮ બુX ગુર
(
શ ૧૧
રા
૧૦
/
૧૨
269