________________
નિર્ણાયક બને છે તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બને છે. તેથી વિશેષ અંશે પ્રવર્તિત પરિસ્થિતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનાં પણ નિર્દેશક બની ઐતિહાસિક તથ્યને તારવામાં ઉપયોગી બને છે. હરિષણના કથાકોષ” અને “વસુદેવહિંડી માં મળતી વિષ્ણુકુમારની વાર્તાનો સંબંધ જૈન હરિવંશ જોડે છે. કેટલાક કથાનકોનો સ્વતંત્ર ઉદ્ગમ વિભિન્ન ધારાઓમાં થયેલો છે. રામકથા અને કૃષ્ણકથાનો સાહજિક સંબંધ બ્રાહ્મણધારા સાથે છે, છતાં એની દીર્ઘ પ્રાચીન પરંપરા બૌધ્ધ અને જૈન બંનેમાં મળે છે. જેનાવતારની રામકથા અને કૃષ્ણકથા પાછળથી થયેલા પરિવર્તનો નથી પરંતુ સ્વતંત્ર મૂળ અને ઉદ્ભવ ધરાવતા કથા પ્રવાહો છે.” ભારતીય કથાસાહિત્ય વિશે હરિવલ્લભ ભાયાણી લખે છે કે:
ભારતીય કથા ભંડાર જગતનો સૌથી વધુ સમૃધ્ધ કથાભંડાર છે. અઢી-ત્રણ હજાર વરસથી ભારતની પ્રાચીન-અર્વાચીન અનેક ભાષાઓમાં કથા વાર્તાઓ રચાતી આવી છે. હજારો ગ્રંથોમાં એ સંગ્રહીત થયેલી છે. અને અત્યારે મૌખિક પરંપરામાં પણ હજારો કથાઓ જીવતી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અર્વાચીન ભારતીયઆર્યા ભાષાઓની તથા દ્રાવિડી પરિવારની ભાષાઓની લિખિત તેમજ મૌખિક પરંપરાઓમાં સમગ્રપણે જે કથાવાર્તાઓ મળે છે તેમની સંખ્યાનો કોઈ અંદાજ બાંધી શકાય તેમ નથી. મૂળ કથાઓ, તેમના રૂપાંતરો, ઘટકો અને મિશ્રણોની દષ્ટિએ આના લાખે લેખાં થાય. વિશ્વની બીજી કોઇપણ સાંસ્કૃતિક પરંપરા પાસે, વિપુલતા, વૈવિધ્ય અને સાતત્યની દષ્ટિએ આની સ્પર્ધામાં ઊભું રહી શકે તેવું કથાસાહિત્ય નથી. ભારતીય કથાસાહિત્યને અગાધ અને અફાટ મહાસાગરની ઉપમા આપીએ તો તેમાં કશી અતિશયોક્તિ નથી. યુરોપ, એશિયા, આફ્રિકા વગેરે પ્રદેશોની લોકકથાઓના ઇતિહાસ અને તુલનાત્મક અધ્યયનને માટે, તથા કથાઓના એક કેન્દ્રમાંથી બીજા કેન્દ્રમાં થતાં પ્રસરણ અને રૂપાંતરણની તપાસ માટે ભારતીય કથાઓ અને કથા ગુચ્છો સર્વાધિક મહત્ત્વ ધરાવે છે. “બૃહત્કથા', “જાતકકથાઓ', પંચતંત્ર”,“ સિંહાસન-દ્વાત્રિશિકા’, ‘વેતાલ પંચવિંશતિ”, “શુક્ર સપ્તતિ” વગેરેનું આ દષ્ટિએ ઘણા લોકકથાવિદોએ સઘન અને વ્યાપક અધ્યયન કરેલું છે.'
આ ઉપરથી કહી શકાય કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથાસાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. જૈન કથા ધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે. રાયધમ્મકહાઓમાં લોકકથા, દષ્ટાંતકથા, દંતકથા, રૂપક ગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસનીકથા, અદ્ભુતરંગી પરિકથા, ચોર લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથા સાહિત્યનો પરિચય મળે છે. ઉત્તરાધ્યયનમાં પણ દષ્ટાંત