________________
આવ્યો છે. ને તેમાં અનેકવિધ, અને ઉપયોગી વ્યક્તિગત, ઐતિહાસિક, સામાજિક, ભૌગોલિક, ને રાજકીય માહિતી ભરવામાં આવી છે. તેથી આ ગુણ બધાએ ખાસ તપાસવો ઘટે છે.
જૈન સાહિત્ય ચરિતાત્મક છે તેટલું જ ઐતિહાસિક છે. તેના પરિશીલનથી હિન્દના ઇતિહાસને નવો આકાર મળ્યો છે. ને ભવિષ્યમાં મળશે. ગુજરાતના ઇતિહાસમાં તો તે સાહિત્ય અનેરું સ્થાન લે છે.
ભારતીય કથાઃ
ભારતીય કથા સાહિત્ય વિશે વિદ્વાન ડૉ. હસુ યાજ્ઞિક લખે છે કે “પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથા સાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈનધારાનું કથા સાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રંથોના નિર્માણકાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મ સિધ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈન ધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે.''
વાર્તા વિકાસની દૃષ્ટિએ જેનધારામાં આગમના પ્રથમ અંગની ત્રીજી ચૂલિકામાં મળતી મહાવીર જીવનકથા, પાંચમા અંગમાં મળતી “ભગવતી-વિવાહ-પણતિ” અને છઠ્ઠા અંગમાં મહાવીર મુખે વહેલી ‘ણાયધમ્મકહાઓ” અત્યંત મહત્ત્વની છે. અહીં લોકકથા, દૃષ્ટાંતકથા, દંતકથા, રૂપકગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસની કથા, અદ્ભુતરંગી પરીકથા, ચોર-લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથા સાહિત્યનો પરિચય મળે છે. આથી “ણાયધમ્મકહાઓ” પ્રાચીન વૈવિધ્યસભર કથા સંગ્રહ છે.
અર્થની રીતે સામાન્ય ને તુચ્છ લાગતો ટુચકો વિશેષ દૃષ્ટિબિંદુ અને અર્થનો વાહક બની દષ્ટાંત કથા બને છે ત્યારે સજીવ સાહિત્ય સ્વરૂપ બને છે. ટુચકાઓને આવું રૂપ જૈનધારાએ આપ્યું છે. “ઉત્તરાધ્યયનમાં પણ આ પ્રકારના દષ્ટાંત કથાનકો મળે છે.
ભારતીય કથા સાહિત્યમાં રામકથા અને કૃષ્ણકથાનો અભ્યાસ આ દષ્ટિએ કરવા જેવો છે. રામ અને કૃષ્ણ બ્રાહ્મણધારાના મુખ્ય અને પ્રાણભૂત છે. કેમ કે તે ધર્મના અવતાર રૂપે મનાય છે, છતાં બૌધ્ધ અને જૈનધારામાં આ કથાઓ પ્રચલિત રહી વિકસતી આવી છે. બ્રાહ્મણધારાની આ પ્રાચીન ધર્મકથાઓ બૌધ્ધ અને જૈનધારામાં આલેખાતાં એમાં નાના મોટા પરિવર્તનો થયેલાં છે.
“એક જ કથાના જુદા જુદા પ્રવાહો એ કથાના ઘડતર-વિકાસમાં જેટલે અંશે