________________
અભિનંદન સ્વામી
શ્રી અભિનંદનસ્વામી ચરિત્ર પર્વ-૩
ભવ પહેલો:
દ્વિતીય સર્ગ:- જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામે વિજય છે તેમાં રત્ન સંચયા નામે નગરી છે. મહાબલ નામે રાજા રાજ્ય કરે છે. વિવેકી રાજાએ સર્વ ઠેકાણે અનિતત્યતા જાણી સંસારથી ઉદ્વેગ પામી વિમલસૂરિ આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તપ અને આરાધના દ્વારા વીશ સ્થાનકોમાંના કેટલાએક સ્થાનોકોના આરાધના વડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
બીજા ભવઃ- બીજો ભવ વિજય વિમાનમાં મહર્ષિક દેવતા થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિનીતા નામની નગરી છે. તેમાં સંવર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિધ્ધાર્થ નામે પ્રિયા હતી. મહાબળ રાજાનો જીવ વિજય વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવી વૈશાખ માસની શુક્લ ચતુર્થીએ સિધ્ધાર્થા દેવીની કુક્ષિમાં અવતર્યો. નવમાસને સાડાસાત દિવસ જતાં માઘમાસની શુક્લ દ્વિતીયાને દિવસે તેણીએ પુત્રને જન્મ આપ્યો. કુમાર સુવર્ણ જેવા વર્ણના અને વાનરનું લાંછન ધરાવતા હતા.
અભિનંદન નામ રાખવાનું કારણ:- જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજ્ય, નગરી, સર્વ અભિનંદન (હર્ષ) પામ્યા હતા. તેથી માતાપિતાએ તેમનું નામ અભિનંદન રાખ્યું. ચૌવન વયના થતા માતાપિતાની પ્રાર્થનાથી તેમણે અનેક રાજપુત્રીઓ સાથે વિવાહ કર્યો. આયુષ્યના સાડાબાર લાખ પૂર્વ નિર્ગમન થતા સંવર રાજાએ તેમને રાજગાદી પર બેસાડ્યા. આ રીતે રાજ્ય કરતા પ્રભુને આઠ પૂર્વાંગ સાડી છત્રીશ લાખ પૂર્વ નિર્ગમન થઇ ગયા. પ્રભુને દીક્ષા લેવાની ઇચ્છા થઇ. અર્થ સિધ્ધ નામની શિબિકામાં આરૂઢ થઇને સહસ્રામ્રવનમાં માઘ માસની શુક્લ દ્વાદશીએ અભિજિત નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં છઠ્ઠનો તપ કરી દીક્ષા લીધી. બીજે દિવસે અયોધ્યા નગરીના ઇન્દ્રદત્ત રાજાને ઘરે ક્ષીરથી પારણું કર્યું. છદ્મસ્થપણે રહી ૧૮ વર્ષ સુધી વિવિધ અભિગ્રહો ધારણ કરતા વિહાર કર્યો. આ પ્રમાણે કરતા એકવાર છઠ્ઠ તપથી રાયણ વૃક્ષની નીચે કાર્યોત્સગે ધ્યાનમાં પોષ માસની શુક્લ ચતુર્દશીએ અભીજિત નક્ષત્રમાં ચંદ્રના યોગે કેવળજ્ઞાન પ્રગટ થયું. શ્રી અભિનંદન પ્રભુના તીર્થમાં શ્યામ વર્ણવાળો અને હસ્તિના વાહનવાળો યક્ષેશ્વર નામનો યક્ષ થયો. તથા શ્યામ
257