________________
સર્ગ છઠ્ઠામાં- કૃષ્ણને થયેલ આઠ પટ્ટરાણીઓ, પ્રદ્યુમ્નનો જન્મ તથા પાંડવોના જન્મથી માંડીને વનવાસ સુધીનું આલેખન કર્યું છે.
સર્ગ સાતમામાં- શાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર, કૃષ્ણ-જરાસંઘ યુધ્ધ, કૌરવ-પાંડવોનું યુધ્ધ, કૌરવોનો વિનાશ અને છેવટે જરાસંઘના મૃત્યુ સુધીનું વર્ણન છે.
સર્ગ આઠમામાં- નવમા વાસુદેવ, બળદેવ તરીકે કૃષ્ણને બળભદ્રનું પ્રકટ થવું, નેમનાથને વિવાહ માટે આગ્રહ આદિ પ્રસંગોનું ચિત્રણ કર્યું છે.
સર્ગ નવમામાં- નેમનાથ વિવાહ મનાવવાથી રાજીમતીના ઘર સુધી આવતાં પશુઓના પોકારથી પાછા વળી વાર્ષિકદાન દેઇ તેમણે લીધેલ ચારિત્ર, કેવળજ્ઞાન, પ્રભુની દેશના, રાજીમતીની દીક્ષા, સંઘસ્થાપના વગેરે ઘટનાઓ સમાવી છે.
સર્ગ દશમામાં- દ્રૌપદીનું હરણને પ્રત્યાહરણ, દેવકીના છ પુત્રનું-ગજસુકુમાળનું ઢંઢણકુમારનું, કૃષ્ણે કરેલ મુનિચંદન તેથી તેને થયેલ લાભ, તેની ગતિને સ્થિતિ અને રાજીમતી તથા રથનેમિના પ્રસંગ વગેરેનું હૃદય સ્પર્શી વર્ણન છે.
સર્ગ અગ્યારમાં- દ્વારકામાં દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, કૃષ્ણનું થયેલ મૃત્યુ-ત્યાં સુધીની હકીકત સમાવી છે.
સર્ગ બારમામાં- બળભદ્રે લીધેલી દીક્ષા, બળભદ્ર, મૃગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્રે પ્રવર્તાવેલ મિથ્યાત્વ, પાંડવોનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિર્વાણ, પાંડવોનું નિર્વાણ આદિ પ્રસંગોને વર્ણવી આઠમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
નવમું પર્વઃ
નવમા પર્વમાં ૪ સર્ગ છે.
પહેલા સર્ગમાં- બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર છે. તેમાં તેનો પૂર્વભવ, ચિત્ર ને સંભુતિમુનિનું વૃત્તાંત, બ્રહ્મદત્તની માતા ચુલનીનો દુરાચાર બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ ચિત્રમુનિના જીવે બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની ક્રૂરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એ પ્રસંગોનું હૃદય સ્પર્શી વર્ણન છે.
બીજા સર્ગમાં- શ્રીપાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના વૈરથી પણ કેવા કેવા ઉપસર્ગ સહન કરવા પડ્યા તે વિચારવા યોગ્ય છે.
221