________________
ત્રિપુટીના ૨૪-કુલ પ૬ શલાકા પુરુષોનાં ચરિત્રો આવેલા છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ ભાં એક તીર્થકર અને એક ચક્રવર્તી બે શલાકા પુરુષના ચરિત્ર છે. અને દશમા પર્વમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એક જ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો
આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરુષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવ પૂર્વે ભવે સ્ત્રીવલ્લભ થવાનું નિયાણું કરેલું હોવાથી તેને જોનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવર્તી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેણે પાણિગ્રહણ કરેલી ૭૨૦૦૦ સ્ત્રીઓ પૈકી ૩૬૦૦૦ સ્ત્રીઓ તો સિંધ્યાચળ ઉપર સિધ્ધપદને પામેલી છે. તેમનું સવિસ્તૃત ચરિત્ર વસુદેવ હિડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિધ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડો પૈકી બે ખંડ ઉપલબ્ધ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉધ્ધરેલ જણાય છે. આની અંદર નળ-દમયંતીના ચરિત્રનું પણ વર્ણન છે.
નળને દમયંતી મૃત્યુ પામીને સૌધર્મેન્દ્રના લોકપાળ કુબેરને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હોવાથી તે ત્યાંથી અવીને રાજપુત્રી કનકવતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસુદેવ દાક્ષિણ્યતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે. પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. આ પ્રસંગ પણ ખૂબ જ સુંદર છે.
આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ છે. પાંડવ-કૌરવના મહાભારત યુધ્ધનો સમાવેશ પણ કૃષ્ણ જરાસંઘના યુધ્ધની અંદર કરવામાં આવ્યો છે.
વસુદેવ અને પાંડવો ઉપરાંત શાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તેની અંદર કેટલોક ચમત્કાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢંઢણકુમાર, દેવકીના છ પુત્ર, સાગરચંદ્ર, રાજીમતી, રહનેમિના ચરિત્રો સમાવેલાં છે. આઠમા પર્વના ૧૨ સર્ગ છે. જે નીચે પ્રમાણે છે. પ્રથમસર્ગમાં- નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સર્ગર-૩-૪માં- વસુદેવનું ચરિત્ર છે. સર્ગ પાંચમામાં- વાસુદેવ, બળદેવ ને અરિષ્ટનેમિનો જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધનું પણ વર્ણન છે.
220