________________
વર્ણન છે. ઉત્તમ જીવો દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવના પુત્રપણે ઉપજે છે. તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાંતિનાથજીના જીવ બે વાર તીર્થકરના પુત્ર થયા, બે વાર ચક્રવર્તીપણું પામ્યા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કોઈ અપૂર્વ પુણ્યવાન જીવને જ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે તેમાં:૧. સર્ગ પહેલામાં છઠ્ઠા ચક્રીને ૧૭મા તીર્થંકર શ્રી કુંથુનાથજીનું ચરિત્ર છે. ૨. સર્ગ બીજામાં- સાતમા ચક્રીને ૧૪મા તીર્થકર શ્રીઅરનાથજીનું ચરિત્ર તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર છે. ૩. સર્ગ ત્રીજામાં- છઠ્ઠા વાસુદેવ, બળદેવને પ્રતિવાસુદેવ પુરુષ પુંડરિક, આનંદને બલિરાજાનાં ચરિત્ર છે. ૪. સર્ગ ચોથામાં સુભૂમ નામે આઠમા ચક્રવર્તીનું ચરિત્ર, તેની અંતર્ગત પરશુરામનું ચરિત્ર છે. ૫. સર્ગ પાંચમા માં- સાતમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવદત્ત, નંદન અને અલ્લાદનાં ચરિત્રો છે. ૬. સર્ગ છઠ્ઠામાં-શ્રી મલ્લિનાથનું ચરિત્ર છે. તે સાથે તેમના પૂર્વ ભવના છ મિત્રોના ચરિત્ર પણ વર્ણવ્યા છે. ૭. સર્ગ સાતમા માં-શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર છે. તેમાં હરિવંશની ઉત્પતિ, અગ્ધાવબોધ તીર્થની ઉત્પતિ અને કાર્તિક શેઠની કથા છે. ૮. સર્ગ આઠમામા-મહાપદ્મ નામે નવમા ચક્રવર્તીનું ચરિત્ર છે. તેની અંતર્ગત તેમના મોટા ભાઇ વિષ્ણુકુમારનું ચરિત્ર છે. સાતમું પર્વઃ
બીજા પર્વોની અપેક્ષાએ આ પર્વમાં જુદા જુદા મહાપુરુષોના ચરિત્રો વિશેષ સમાયેલા છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે બહુ વર્ષોથી જેન વર્ગમાં પ્રસિધ્ધિ પામેલો છે.
આ પર્વમાં ૧૩ સર્ગ છે. તેમાંના પ્રથમના દસ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુરુષોમાં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હોવાથી “જૈન રામાયણ” અથવા “રામચરિત્ર” તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્યમતમાં પણ રામાયણ નામનો પ્રસિધ્ધ ગ્રંથ જુદા જુદા
216