________________
પર્વ ચોથામાં સર્ગ સાત છે તેમાં - ૧. સર્ષ પહેલામાં- શ્રી શ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિ
વાસુદેવ ત્રિપૃષ્ટ, અચળ ને અશ્વગ્રીવનાં ચરિત્રો છે. ૨. બીજા સર્ગમાં- શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
દ્વિપૃષ્ટ, વિજય ને તારકનાં ચરિત્રો છે. ૩. સર્ગ ત્રીજામાં- શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
સ્વયંભૂ, ભદ્ર ને મેરકનાં ચરિત્રો છે. ૪. સર્ગ ચોથામાં- શ્રી અનંતનાથજીનું તથા ચોથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ
પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્રો છે. ૫. સર્ગ પાંચમા માં- શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદવ ને પ્રતિવાસુદેવ
પુરુષસિંહ, સુદર્શન ને નિશુંભના ચરિત્રો છે. ૬. સર્ગ છઠ્ઠામાં- ત્રીજા મઘવા ચક્રવર્તીનું ચરિત્ર છે. ૭. સર્ગ સાતમા માં- ચોથા સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર છે. પર્વ પાંચમામાં સર્ગ ૫ છે. ૧. તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે. સર્ગ પહેલામાં પ્રથમ પાંચભવોનું વર્ણન છે. પહેલે ભવે શ્રીષેણ રાજા, બીજે ભવે ઉત્તર કુરૂમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, ચોથે ભવે અમિતતેજ વિદ્યાધરને ત્રિપૃષ્ઠ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશમા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે. ૨. સર્ગ બીજામાં- છઠ્ઠા ને સાતમા ભવનું વર્ણન છે. ૩. સર્ગ ત્રીજામાં- આઠમા ને નવમા ભવનું વર્ણન છે. ૪. સર્ગ ચોથામાં- દશમા ને અગ્યારમા ભવનું વર્ણન છે. તેમાં દશમા ભવમાં મેઘરથે પારેવો ઉગાર્યો તેનું અને વીશ સ્થાનકની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અગિયારમે ભાવે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં દેવ થયા તેનું મનોહર ચિત્રણ છે. ૫. સર્ગ પાંચમામા-મેઘરથ રાજાનો જીવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્રીને સોળમાં તીર્થકર થયા. તેમના પ્રથમ ગણધર ચકાયુધ નામે થયા તેનું પણ અપૂર્વ ચરિત્ર છે.
આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવ સાથે સવિસ્તર
215