________________
અને આ સોપારીની પરસ્પર ફેરબદલી કરવામાં આવે છે, તેથી હવે પુણ્યનું પાપમાં આરોપણ થાય છે અને આ શકોરાને ફોડવાથી આજથી ધર્મરૂપ મંગળ ભગ્ન થાય છે.અને હવે અધર્મની શરૂઆત થવાની. વળી માળા ખેંચે છે એટલે વાસ્તવમાં અપરાધ કરનારનું અપમાન કરવામાં આવે છે. બાણથી પોંખવામાં આવે છે, તે એમ સૂચવે છે કે-હવે જીવહિંસા અને આરંભ સમારંભ વધવાનો. બીજા પોંખણામાં મુશળ હોય છે તે એમ જણાવે છે કે હવે ભારે આરંભથી જીવોની હિંસા થવાની અને યુગનુંધોંસરીનું પોંખણું એ બતાવે છે કે અત્યારથી જ તમારા ઉપર ભાર લાદવામાં આવે છે.
કર્મરુપી સૂત્રને હવે કાંતવાનું છે. આ ચારે પોંખણાનો આધ્યાત્મિક વિચાર કર્યા પછી માયરામાં પ્રવેશ થાય છે. ખરેખર! આ માચરૂં નહિ પણ માયાગૃહ છે, એ વાત ખોટી નથી, અને ચોરીમાં ચાર ફેરા ફરવામાં આવે છે તે તે ચાર ગતિમાં ભ્રમણ ચાલુ જ રહેશે એમ કહી આપે છે. અને રાત્રિના સમયે એક બીજાના મુખનો એંઠો કંસાર ખાવામાં આવે છે, તે તો લજ્જાસ્પદ અને આચારભ્રષ્ટતા દર્શાવે છે. કોરાં વસ્ત્ર પહેરવાથી આજથી જ પવિત્રતા હવે દૂર ગઇ.
આમ અલૌકિક વિચારતંરગો ઉછળી રહ્યા છે, અને તે સંવેગ રસના રંગમાં ઝીલી રહ્યો છે,
ભટ્ટ મહારાજ ‘પુણ્યાહં પુણ્યાહં’ આજનો દિવસ પવિત્ર છે, પવિત્ર છે, ‘સાવધાન’ એમ ઉચ્ચ સ્વરે બોલે છે. તે પણ સત્ય જ છે. આટલા દિવસ તો પુણ્યના જ હતા. હવે લગ્નની શરૂઆત પછી પાપના દિવસોની શરૂઆત થઇ રહી છે, માટે ભટજી કહે છે: ‘સાવધાન! સાવધાન! સાવધ રહો, સાવધ રહો! અને અહીથી ભાગી જાવ, આમ કહેવા છતાં આ સંસારી આત્માઓ, મહામોહી આત્માઓ આના અર્થને સમજતા નથી. ખરેખર અજ્ઞાન છે. ‘અજ્ઞાનં વસ્તુ ષ્ટમ્।।' વિચારધારા આગળ વધે છે કે હવે તો હું સંયમ લઇને પાપ કર્મને દૂર કરીશ, તપ જપમાં તલ્લીન બની પાપમળને પખાળીશ. એમ સવેંગરંગની ઊંચી ભાવનામાં ચઢે છે, ક્ષપકશ્રેણિ પર આરોહણ કરે છે. ભાવનાના તારે ઘાતિ કર્મના તારો તોડી નાંખે છે. તે જ ક્ષણે ચોરીમાં બેઠેલા ગુણસાગરને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવવા માટે દેવલોકમાંથી દેવોને દેવેન્દ્રો ઉતરી આવે છે. લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાય છે. અહો ! કુમાર કેટલો પુણ્યશાળી છે કે દેવો પણ તેના વિવાહ મહોત્સવમાં ઉતરી આવે છે.
નગરજનો પોતાનાં કાર્યો પડતાં મૂકી લગ્નની ધામધૂમ નિરખવા એકત્રિત થયા છે. વરવધૂનાં સૌંદર્યને નિહાળી સૌ મુકત કંઠે પ્રશંસાના પુષ્પોને વેરી રહ્યા છે. લોકો તરહ તરહની વાતો કરે છે. આવી રૂપાળી સ્ત્રીઓને ત્યજીને આ આવતી કાલે તો દીક્ષા લેવાનો છે. ખરેખર! આ મૂઢ છે. ત્યારે બીજી કહે છેઃ એના જેવો ધન્યવાદને
206