________________
માતાપિતાએ પુત્રને લગ્નની વાત કરી. પુત્રે કહ્યું કે મારે લગ્ન કરવા નથી. ભોગ એ રોગનું ઘર છે, જન્મ જન્મમાં ભોગ ભોગવવા છતાંય તેમાં તૃપ્તિ થતી નથી. આત્માને નવું ને નવું લાગે છે. ખરેખર! તે ઝાંઝવાનાં નીર જેવા કાલ્પનિક અને તુચ્છ છે, તેના પ્રતાપે આત્મા હજારો વર્ષો સુધી નારકીનાં ઘોર દુઃખો વહોરી લે છે માટે એવા લગ્નથી સર્યું.
છતાંય માતાપિતાએ મોહવશ પુત્રનાં લગ્નની તૈયારી કરી અને તે માટે જયપુરના રાજા વિજયદેવની આઠ કન્યાઓની માંગણી કરી. અને તેમણે પણ એ માગણીનો સ્વીકાર કર્યો, તેમજ બીજા એક પૃથ્વી પતિની કનકવતી આદિ આઠ કન્યાઓ પણ વિવિધ વાહન આદિ સામગ્રી સાથે ત્યાં આવી પહોંચી.
રાજાને ત્યાં લગ્નનો ઉત્સવ ઉજવાય પછી પૂછવું શું? સમસ્ત નગર આનંદ સાગરમાં મગ્ન બન્યું. કુમારને સોળ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.
આ બધું મોહનું તાંડવ નિહાળી પૃથ્વીચંદ્ર વિચારે છેઃ “અહાહા !મોહની લીલા કેવી અજબ છે! તેને માટે મહાપુરૂષોએ કહ્યું છે કે
સળં વિલવીય ગીયું, સવું ન વિડંબણા છે સવ્વ આભરણા ભારા,
સબે કામા દુહાવતા છે આ મીઠા, મધુર, મનમોહક ગીતો એ ગીતો નથી પણ વિલાપ છે. વિવધિ નૃત્ય એ તો આત્માની એક જાતની વિડંબના છે. શરીરને શણગારના આ આભરણ અને અલંકારો ખરેખર ભારભૂત છે. અને આ કામ-ભોગની સકલ સામગ્રી આપદ-વિપદ સમી છે. આમ વૈરાગ્ય રંગથી રંગાયેલા પૃથ્વીચંદ્ર અગમનિગમ વિચારમાં ચઢે છે. બીજી બાજુ સોળે સુંદરીઓ શણગાર સજી પોતાના પ્રાણપ્યારા પ્રિયતમને પ્રેમરસથી તરબોળ કરવા અવનવા ઉપાયો અજમાવે છે.
પૃથ્વીચંદ્રકુમાર સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં મોહનું અદ્ભુત નાટક શરૂ થાય છે. અપ્સરાના રુપને શરમાવે તેવી રૂપાળી મનોહર સોળ યુવતીઓએ અવનવા અલંકારો અને શણગારો સજ્યા છે, પ્રાણનાથને પ્રસન્ન કરવા સો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમનો એ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે.
પૃથ્વીચંદ્રકુમાર આત્મધ્યાનમાં મગ્ન છે, ઉદાસીન ભાવમાં આરૂઢ થયા છે. ભલભલા વિરાગી મહાત્માઓ પણ રાગની આગમાં ખાખ થઈ ગયા સાંભળ્યા છે.
200