________________
દેવલોકમાં ઇંદ્ર જેમ પોતાની ઇંદ્રાણીઓ સાથે યથેચ્છ વૈભવવિલાસમાં આસક્ત બની આનંદપ્રમોદમાં પોતાના દિવસો વ્યતીત કરે છે, તેમ આ યુગલ અનેરા આનંદસાગરમાં મહાલતું હતું.
કેટલોક કાળ નિર્ગમન થતાં તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ, જેનું નામ પૃથ્વીચંદ્ર રાખવામાં આવ્યું.
પૃથ્વીચંદ્ર એ એક અસાધારણ ગુણ સંપન્ન આત્મા હતો. સર્વાર્થસિદ્ધ મહાવિમાનનાં દિવ્ય સુખોને ભોગવી એણે અહીં જન્મ લીધો હતો, જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની જનનીએ સ્વપ્નમાં એક મહાન વિમાન જોયું હતું. પુત્રનો જન્મ થતાં કોને હર્ષ ન થાય? તેમાં ચ રાજાને ત્યાં જન્મ લેવો એ તો મહાન ભાગ્યની વાત ગણાય. મંગળ સૂર વાગવા લાગ્યાં. બાળકોને મેવામીઠાઇ વહેંચવામાં આવી, ચાચકોને છૂટે હાથે દાન દેવામાં આવ્યા, હજારો લાખ્ખોનાં વધામણાની આપ-લે કરવામાં આવી, નગરને ધજાપતાકા અને તોરણોથી શણગારવામાં આવ્યું, સમસ્ત નગરમાં મહામહોત્સવ મંડાણો અને ભારે ખુશી મનાવવામાં આવી.
બીજના ચંદ્રની જેમ કુમાર પૃથ્વીચંદ્ર ક્રમે ક્રમે વૃદ્ધિ પામે છે. વિવિધ વિદ્યાવિશારદ બને છે, વિપુલકળામાં પ્રવીણતા પ્રાપ્ત કરે છે અને વ્યવહારમાં દક્ષ બને છે.
એની મુખાકૃતિમાં કોઇ અનોખી પ્રતિભા ભાસે છે. એ ધીર અને ગંભીર જણાય છે. એની શાંત મુખમુદ્રા જાણે કોઇ અગોચર ધ્યાન કરતી હોય તેવી મનોરમ અને સૌમ્ય લાગે છે. મનુષ્યલોકમાં જાણે ભૂલો પડ્યો હોય તેમ-તેનો ચહેરો કહી આપે છે. એને મન બધું સૂનમૂન લાગે છે. એનું હૃદય પોકારી ઉઠ્યું કે આ સંસારમાં આપણું કામ નહિ! એ એકલો અટુલો વિરાગી સંતની જેમ પોતાનામાં મસ્ત છે!
ખરેખર! સંસ્કારી આત્માઓ છૂપા રહેતા નથી. હીરો પોતાની મેળે ઝળકી ઉઠે તેમ કુમાર પૃથ્વીચંદ્ર પણ પોતાના વિશિષ્ટ ગુણોથી ઝબુકી ઉઠ્યો.
માત-પિતા પુત્રની આવી રીતભાત નિહાળી અત્યંત વિસ્મય પામ્યા અને વિચારમાં પડી ગયા. કુમાર કેમ કંઇ કોઇની સાથે આલાપ સંલાપ કરતો નથી, પ્રીતિ સ્નેહ દર્શાવતો નથી. અને આમ અતડો રહે છે? સુનમુન રહેવાનું શું કારણ? આપણે ત્યાં શી કમી છે?
પુત્ર વ્યવહાર-કાર્યોમાં ગુંથાય અને રસમય જીવન જીવે એ માટે તેમણે લગ્ન સંબંધ જોડવાનો વિચાર કર્યો. કુમાર જો લગ્ન ગ્રંથિથી જોડાશે તો એની આ સૂનમૂનતા, એકાકીપણું અને અતડાપણું આપોઆપ ટળી જશે, આમ નિર્ણય કરી
199