________________
સાધુ સેવાનું ફળ, ૧૦-૨૫માં દાનનું ફળ, તેનાથી આગળ ત્રણ કથાઓમાં જૈનશાસન પ્રભાવનાનું ફળ, ૨ કથાઓમાં મુનિ નિંદાનું કુફળ, એક કથામાં મુનિ અપમાન નિવારણનું સુફળ, એક કથામાં જિનવચનમાં અશ્રધ્ધાનું કુફળ, એક કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું સુફળ, એક કથામાં ગુરુ વિરોધનું ફળ, એક કથામાં શાસનોન્નતિ કરવાનું ફળ, તથા અંતિમ કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું ફળ વર્ણવાયું છે.
કથાઓમાં જ્યાં ત્યાં ચમત્કાર, કૌતુહલનાં તત્ત્વો વિખરાયેલા પડ્યાં છે. ધાર્મિક કથાઓમાં શૃંગાર અને નીતિનું સંમિશ્રણ પ્રચુરપણે થયું છે. પરિણામે મનોરંજકતા વિપુલ માત્રામાં છે. આ કથાઓમાં તત્કાલીન સમાજ, આચાર વિચાર, રાજનીતિ વગેરેની સરસ સામગ્રી વિદ્યમાન છે.
કર્તા અને રચનાકાળઃ- આ કૃતિના કર્તા જિનેશ્વરસૂરિ છે. તેમનું શ્વેતાંબર સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન છે. આ કથાકોશની રચના વિ.સં.૧૧૫૮ માગશર વદ પાંચમ રવિવારે થઇ છે.
૧૨મી સદી. વિ.સં.૧૧૬૧
પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર
૧. પુવિચંદ ચરિયઃ- આ કૃતિ પ્રાકૃત છે. ૭૫૦૦ ગાથા છે. વિ.સં.૧૧૯૧માં બૃહદ્ગચ્છીય સર્વદેવસૂરિના પ્રશિષ્ય અને નેમિચંદ્રના શિષ્ય સત્યાચાર્યે તેની રચના કરી છે.
ર. પૃથ્વીચંદ્ર ચરિતઃ- ૧૧ સર્ગવાળી સંસ્કૃત રચના ખરતરગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય જયસાગર ગણિએ પાલનપુરમાં સં.૧૫૦૩માં કરી હતી.
૩. પૃથ્વીચંદ્ર ચરિતઃ- સત્યરાજ ગણિએ વિ.સં.૧૫૩૫માં આ કૃતિની રચના કરી. ૧૧ સર્ગ છે. ૧૮૪૬ શ્લોક પ્રમાણ ગ્રન્થાગ્ર છે. તેમાં સર્ગોના નામ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ૧૧ પૂર્વ મનુષ્યભવોના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે.
૪. પૃથ્વીચંદ્ર ચરિતઃ- વૃધ્ધ તપાગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગરે આ સંસ્કૃત કૃતિ સં.૧૫૫૮માં રચી.
૫. પૃથ્વીચંદ્ર ચરિતઃ- આ સંસ્કૃત કૃતિ ૧૧ સર્ગ વાળી છે. ગ્રન્થાગ્ર પ૯૦૧ શ્લોક પ્રમાણ છે. વિ.સં.૧૮૮૨માં રૂપવિજયજીએ આ કૃતિ રચી છે.
કથાસારઃ- પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર (વણિકપુત્ર) ભવ પહેલાના દસ ભવોમાં
197