________________
ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં કલ્પી શકાય. ‘ઉપાસકદશાંગ સૂત્ર’એ સંસારમાં રહી ભગવાન મહાવીરના ધર્મની ઉપાસના કરી આત્મકલ્યાણ કરવા માટે હિતકારક છે.
‘અંતગડ સૂત્ર’માં વર્ણવ્યું છે કે અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંચમ લે છે. તેમજ ભયંકર પાપી માળી પણ દીક્ષિત થવાના ઢષ્ટાંતો છે. દરેકનો આશય ને સંદેશ ભોગવૃત્તિનો ત્યાગ અને પરિગ્રહની હેયતા છે.
‘વિપાક સૂત્ર’ આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોના ભયંકર ફળ પાપ કર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે.
‘અનુત્તરોપપાતિક સૂત્ર’માં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
‘રાયપસેણીય સૂત્ર’માં સંત સમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને દેવલોકના સુખ અપાવી શકે છે. એક જ ભવમાં પરમાત્મપદ અપાવી શકે છે. એ હકીકત ખૂબ રસમય રીતે આલેખી છે.
‘નિરયાવલિકા સૂત્ર'માં આવતી કોણિકની કથાથી ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની તીવ્ર મૂર્છા સ્વપરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે તે જાણી શકાય
છે.
‘પુષ્પચૂલિકા સૂત્ર’માં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ‘પુષ્પચૂલા’ નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે.
‘કપ્પવર્ડિસિયા’માં જે જીવો મનુષ્ય ભવમાં તપ-સંયમની આરાધના કરી કલ્પ દેવલોકમાં ઊપજે છે તેનું વર્ણન છે.
‘પુષ્પિકા સૂત્ર’ ઇચ્છાઓ પર કાબૂ મૂકી આત્મ કલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવાની પ્રેરણા આપે છે. પ્રત્યેક સુખેચ્યુએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઇએ.
‘વૃષ્ણિદશા’ સૂત્રમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન આપેલું છે.
નંદી સૂત્રની કથાઓમાં ચારે બુધ્ધિ ઔત્પાતિકી, વૈનચિકી, કર્મજા અને પારિણામિકીના દૃષ્ટાંતો વર્ણયા છે.
આમ, આગમ કાલીન સાહિત્યમાં કથા તત્ત્વની વિપુલતા જોવા મળે છે. આ દરેક કથા મોક્ષ સુખ મેળવવા માટે ઉત્થાન કરાવે તેવી છે.
187