________________
વખતે મહામોહનો મારા ઉપર કોઈ પ્રભાવ નથી. સદાગમ અને સમ્યગ્દર્શન જ મારા અત્તરંગ મિત્રો છે. આ વખતે બધાનાં કલ્યાણ માટે મારા પોતાના અનુભવો સંભળાવવા ચોરના રૂપમાં હું ઉપસ્થિત થયો છું. અને પુનર્જન્મોના ચક્રને કહું છું.
તે પછી તે સંસારી જીવ પોતાનું વૃતાન્ત સંભળાવી ધ્યાન મગ્ન બની ગયો અને શરીર છોડી ઉત્તમ સ્વર્ગમાં દેવ થયો.
મહતી કથાનો આ અતિ સંક્ષિપ્ત સાર છે. મૂળમાં સમસ્ત વૃત્તાન્ત વિસ્તારથી સરળ, સરસ અને સુંદર સંસ્કૃત ગદ્યમાં અને કયાંક કયાંક પદ્યમાં વર્ણવવામાં આવ્યો છે. તેમાં વચ્ચે કેટલાંક મોટાં અને કેટલાંક નાનાં પદ્યો આવ્યાં છે અને પ્રત્યેક અધ્યાયની સમાપ્તિ થતાં મોટા મોટા છન્દો પણ જોવા મળે છે. તેમાં અન્ય ભારતીય આખ્યાનોની જેમ જ મૂળ કથાનકના માળખામાં અનેક ઉપકથાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ મૂળ કથા રૂપક યા રૂપકોના રૂપમાં છે કારણકે તેમાં ન કેવળ પ્રધાન કથાનક પરંતુ અન્ય ગૌણ કથાનકો પણ રૂપકના રૂપમાં જ છે. પરંતુ તેમાં રૂપકનાં લક્ષણોનું બરાબર પાલન કરવામાં આવ્યું નથી. કવિ પોતે બે પ્રકારની વ્યક્તિઓમાં ભેદ કરે છે. એક તો નાયકના બાહ્ય મિત્રો અને બીજા અન્તરંગ મિત્રો, અન્તરંગ મિત્રોને જ વ્યકત્સાત્મક અને મૂર્તાત્મક રૂપ આપવામાં આવ્યું છે. અને ભવચક્ર નાટકનાં તે જ યર્થાથ પાત્રો તેમને જ કવિ શ્રાવકોની સમક્ષ ખુલ્લા કરી મૂકવા માંગે છે.
સિધ્ધર્ષિનું કહેવું છે કે વાચકોને આકર્ષવા માટે તેમણે રૂપકની ગૂંથણી કરી છે અને તે કારણે જ તેમણે પ્રાકૃતમાં ગ્રંથ ન રચતાં સંસ્કૃતમાં તેની રચના કરી છે. તેનું કારણ એ છે કે પ્રાકૃત અશિક્ષિતોને માટે છે જ્યારે શિક્ષિત લોકોની મિથ્યા માન્યતાઓનું ખંડન કરવા માટે અને તેમને સમ્યક મતમાં લાવવા માટે સંસ્કૃત ઉચિત છે.
આ ગ્રંથ વાંચી અંગ્રેજ કવિ જોન બનયનનાં રૂપક (allegory) Pilgrims progressનું સ્મરણ થાય છે. તેનો વિષય પણ સંસારીનું ધર્મયાત્રા દ્વારા ઉત્થાન જ છે અને અનેક બાબતોમાં ઉપમિતિભવ પ્રપંચકથા સાથે મેળ ધરાવે છે. પરંતુ તે ન તો આકારમાં કે ન તો ભાવોમાં ઉપમિતિકથાની તુલનામાં આવી શકે છે.
ઉપસંહાર મૂળ જૈન આગમોમાં પણ જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશા, અંતકૃત દશા, અનુત્તરોપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર, રાજપ્રનીય સૂત્ર, ઉપાંગ સૂત્ર, નંદી સૂત્રની કથાઓ આદિ અનેક આગમો ધર્મકથાઓ વર્ણવે છે. જ્ઞાતાધર્મ કથામાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી ઉપકથાઓ હોવાનું કહેલું છે. આ જોતાં જેન પરંપરામાં
186