________________
અનશન, આત્મહત્યા, ભાઈ-બહેનની હત્યા, ચિતાપ્રવેશ, કૂવામાં પતન, મિત્રવંચના, સમુદ્રગમન, વહાણનો વિનાશ, પિશાચોનો વાર્તા વિનોદ, રાજાની રાત્રિચર્યા, જલક્રીડા, વચન માટે પ્રાણત્યાગ, ગાંડા હાથીને વશ કરવો, સ્મશાનમાં શબ સાથે રહેવું, શિરચ્છેદ, ખન્યવાદ, ગરુડ પક્ષીનો વૈરાગ્ય વગેરે વિવિધ પ્રકારની ઘટનાઓ આ કથામાં બનતી આલેખાઈ છે.
અટવી, નગરી , ઉદ્યાન, પર્વત, પલ્લી, સ્મશાન, ચૌટું, વૃક્ષકોટર, ખેતર, વાપિકા, અરણ્ય, સરોવર, નદી, સમુદ્ર, આકાશ, મહાવિદેહક્ષેત્ર, દેવલોક, નારકી વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં સ્થળોમાં આ બધી ઘટનાઓ બને છે. એ દષ્ટિએ સ્થળ વૈવિધ્ય પણ આ કથામાં સારું જોવા મળે છે.
ચમ્પ સ્વરૂપની આ કૃતિમાં વર્ણનો વિવિધ પ્રકારનાં જોવા મળે છે. સ્ત્રીઓ, પુરુષો, નગરીઓ, અટવીઓ, પર્વતો, સમુદ્રનાં તોફાનો, દુષ્કાળ, રાત્રિ, સંધ્યા, પ્રભાત, ઋતુઓ, દેવલોક, મુનિઓ, નારકી, તિર્યંચગતિનાં દુઃખો, આકાશમાર્ગથી પૃથ્વીલોક, અંતઃપુર, શબરો, વિદ્યાધરો, છાત્રાલય, હાથી, ઘોડા, વાઘણ, પોપટ, વૃક્ષો, કર્ણપૂરક સાથે જલક્રીડા વગેરે ઘણી વસ્તુઓનાં વર્ણન કવિએ જુદી જુદી કથાઓના સંદર્ભમાં કર્યા છે. કયારેક સમાસ યુક્ત સરળ ભાષામાં, ક્યારેક શ્લેષાત્મક તો ક્યારેક રૂપક શૈલીથી, ક્યારેક ઉપમાઓની હારમાળા વડે તો ક્યારેક અવનવી ઉલ્ટેક્ષાઓ વડે કર્તાએ વર્ણનો કર્યા છે.
આ ગ્રંથમાં કવિએ જુદી જુદી કથાઓના પ્રસંગમાં કેટલીક નગરીઓનું વર્ણન કર્યું છે. એમાં કેટલેક સ્થળે મુખ્ય દેશનું અને ત્યાર પછી તેની મુખ્ય નગરીનું વર્ણન કર્યું છે. કુવલયકુમારની કથામાં વિનીતા અયોધ્યાનું, પુરંદર રાજાની કથામાં વત્સદેશની કૌશાંબી નગરીનું, ચંડસોમની કથામાં દમિલાણ દેશની કંચીનગરીનું, માનભટ્ટની કથામાં અવંતી દેશની ઉજ્જયિની નગરીનું, માયાદિત્યની કથામાં કાશીદેશની વારાણસી નગરીનું, લોભદેવની કથામાં ઉત્તરાપથની તક્ષશિલા નગરીનું, મોહદત્તની કથામાં કોશલદેશની કૌશલાનગરીનું, સાગરદત્તની કથામાં ચંપાનગરીનું, યક્ષ જિનશેખરની કથામાં માર્કદી નગરીનું, દર્પફલિહની કથામાં રત્નાપુરી નગરીનું, કુમારી કુવલયમાલાની કથામાં વિજયા નગરીનું, સંસારચક્રની કથામાં લાટ દેશની દ્વારિકા નગરીનું, મણિરથકુમારની કથામાં કાકંદી નગરીનું, સુંદરીની કથામાં સાકેત નગરનું, કામગજેન્દ્રની કથામાં અરુણાભ નગરનું, વ્રજગુપ્તની કથામાં ઋષભપુરનું વર્ણન કરવામાં આવ્યું છે.
નગરીઓનાં વર્ણનોમાં નગરનું નામ, કિલ્લો, દુકાનમાર્ગો, ઉપવન, સન્નિવેશ, આવાસો, સરોવરો, તળાવો, મંદિરો, વાવડીઓ, યુવક અને યુવતીઓ, પશુ,
176