________________
કંડિકામાં કથા શરૂ કરતા પહેલા જણાવે છે કે તાપસી અને જિનસમુદાય જેનો વ્યવહાર કરે છે તે પ્રાકૃત ભાષામાં મહારાષ્ટ્રી તથા દેશી ભાષામાં પોતે આ કથાની રચના કરેલી છે. કોઇક સ્થળે અપભ્રંશમાં, દ્રાવિડમાં કે પૈશાચીભાષામાં પણ રચના કરવામાં આવી છે. કથાની રચના - આખીયે કથા ઉત્પાદ્ય એટલે કે મૌલિક પ્રકારની, કર્તાએ પોતાની કલ્પનાથી સર્જેલી છે. એમાં એક મુખ્ય કથાની અંદર બીજી ઘણી અવાંતર કથાઓ આવે છે. એમાંની કેટલીક અવાંતર કથાઓ તો મુખ્ય પાત્રોના જન્માન્તરની કથારૂપે આવે છે. આ બધી કથાઓનું પૌર્વાપર્ય કર્તાએ એવી ખૂબીથી ગોઠવી કાઢ્યું છે કે તેથી તે દરેક અવાંતર કથા સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકી છે. કથાવસ્તુ અને સંકલનનાની દષ્ટિએ સુક્ષ્મ, વૈવિધ્ય, વ્યવસ્થિતતા, સંવાદિતા, ઔચિત્ય, સુશ્લિષ્ટતા વગેરે ગુણ લક્ષણો આ કથાની રચનામાં જોવા મળે છે. કથા વસ્તુ - અયોધ્યા નગરીના દઢવ” રાજા અને પ્રિયંગુઠ્યામા રાણીને દેવીની ઉપાસનાથી પુત્ર કુવલયચંદ્રની પ્રાપ્તિ થાય છે. સર્વકલાગુણ સંપન્ન એ કુમાર સાથે રાજા એક દિવસ અગ્ધક્રીડા માટે જાય છે. ત્યારે કુમારનું અશ્વ સાથે દિવ્યહરણ થાય છે. આકાશ માર્ગે જતાં જતાં કુમાર અશ્વના પેટમાં છરી ભોંકે છે. એથી અશ્વ સાથે તે નીચે આવે છે. તે સમયે કોઇક અદશ્ય અવાજ એને કહે છે. “કુમાર કુવલયચંદ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ દૂર જા, ત્યાં કોઈ વખત ન જોયેલું એવું કંઈક તારે જોવાનું છે!” કુમાર ત્યાં ગયો. ત્યાં એણે એક સાગરદત્ત મુનિવરને જોયા. તે સિંહને સંલેખના કરાવતા હતા. અશ્વ સાથે થયેલા પોતાના હરણ વિશે પૂછતાં મુનિવરે એક વૃત્તાન્ત કહ્યો. તે વૃત્તાન્ત પ્રમાણે એક વખત કૌશાંબી નગરીના પુરંદરદત્ત રાજા પોતાના મંત્રી સાથે ઉદ્યાનમાં જાય છે. ત્યાં આચાર્ય ધર્મનંદન ચારગતિ સ્વરૂપ સંસાર વિશે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. રાજા ત્યાં બેઠેલા કેટલાક દીક્ષિતો, ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને અને મોહદત્ત વિશે પ્રશ્ન કરે છે અને ધર્મનંદન આચાર્ય તેમના વૃત્તાન્તો જણાવે છે. ધર્મનંદન મુનિવર ત્યાંથી વિહાર કરીને જાય છે. ચંડસોમ વગેરે પાંચે પરસ્પર ધર્માનુરાગવાળા દીક્ષિતો કાળધર્મ પામી એક જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર ધર્મ બોધ કરવાનો સંકેત કરે છે. ત્યાર પછી એક વખતે ધર્મનાથ તીર્થકર દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં વિચારી રહ્યાં હતા ત્યારે દેવતાઓએ સમવસરણની રચના કરી. એમાં આવેલા આ પાંચે દેવો પોતાના ભાવિ કલ્યાણ વિશે ધર્મનાથ જિનેશ્વરને પ્રશ્ન પૂછે છે.
ત્યાર પછી તેમાંથી પદ્મપ્રભદેવ અવીને મનુષ્ય લોકમાં સાગરદત્ત વેપારી બને છે
173