________________
સામાન્ય રીતે આ આશ્ચર્ય જનક ઘટના કહેવાય કેમકે મનુષ્યો “સાધર્મિક’ ગણાય. પરંતુ અહીં તો સિંહ જેવા ગર્ભજ હિંસકતિર્યંચને “સાધર્મિક' કહ્યો છે. જેના દર્શન પ્રમાણે કોઈ કોઈ ગર્ભજ તિર્યંચ શ્રાવકના કેટલાંક વ્રતો આચરી શકે છે. આવી માન્યતા અન્ય દર્શનકારોની હોય તેવું જોવા જાણવામાં નથી. કુવલયમાલા” ગ્રંથને વિષે પ્રો.રમણલાલ ચી. શાહ કહે છે કે,
“પ્રાકૃત ભાષામાં ધર્મ ગ્રંથોના પ્રકારનું પુષ્કળ સાહિત્ય લખાયું છે. પરંતુ કવિતા, વાર્તા જેવા લલિત સાહિત્યનું પણ ઠીક ઠીક સર્જન થયું છે. એવા ગ્રંથોની રચનામાં પાદલિપ્તાચાર્ય, હરિભદ્રસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ, સિધ્ધર્ષિગણિ વગેરે એ મૂલ્યવાન ફાળો આપ્યો છે. કોઈ કોઈ બાબતમાં તો “કાંઇબરી કરતાં પણ અધિક ચડે એવી કૃતિ તે પ્રાકૃત મહાકથા “કુવલયમાલા” છે. આ ગ્રંથ ઉપર વિક્રમના અગ્યિારમા–બારમા સૈકામાં નેમિચંદ્રસૂરિએ “આખ્યાનકમણિ કોશ' ગ્રંથ રચ્યો. આમ દેવસૂરિએ તેના ઉપર રચેલી વૃતિમાં માયાદિત્યની કથા સંક્ષેપમાં કુવલયમાલા ગ્રંથ ઉપરથી આપી છે. વિક્રમના ચૌદમાં સૈકામાં પ્રભાચંદ્રસૂરિએ “પ્રભાવક ચરિત'માં કુવલયમાલાનો નિર્દેશ મહાકવિ સિધ્ધર્ષિનાં સંબંધમાં કર્યો છે. વિક્રમના ચોદમાં સૈકામાં રત્નપ્રભસૂરિએ પ્રાકૃત કુવલયમાલા ઉપરથી સંસ્કૃતમાં લગભગ ચાર હજાર શ્લોક પ્રમાણે સંક્ષિપ્ત “કુવલયમાલા”ની રચના કરી છે.' કર્તા વિશે માહિતી - શ્રી ઉદ્યોતનસૂરિએ પોતે આપેલ માહિતી પ્રમાણે તેમના પ્રપિતાનું નામ પણ ઉદ્યોતન હતું. તેઓ મહાદ્વાર નગરના ક્ષત્રિય રાજા હતા. તેઓ ત્રિકર્માભિરત હતા. તેમના પુત્રનું નામ વટેશ્વર હતું. વટેશ્વરના પુત્ર તે કવિ ઉદ્યોતન. એમણે તત્ત્વાચાર્ય પાસે દીક્ષા લઈ આચાર્યની પદવી મેળવી હતી. તેમનું ઉપનામ દાક્ષિણ્ય ચિહ્નસૂરિ’ હતું. ગ્રંથ વિશે - આ ગ્રંથની રચના માટે કર્તાને હી દેવીએ સહાય કરેલી છે. પોતાને આ ગ્રંથ રચવાની પ્રેરણા, પ્રસાદ એ દેવીએ આપ્યા છે. પોતે માત્ર નિમિત્ત છે એમ કર્તાએ જણાવ્યું છે.
આ દેવીની સહાયથી તેમણે પ્રહર માત્રમાં સો જેટલી ગાથાની રચના કરી છે. એવો ઉલ્લેખ કર્તાએ કર્યો છે. કથા રચનાની વિશેષતા:- તેઓ કથાનાં પાંચ પ્રકાર જણાવે છે. સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા, વરાકથા અને એ સર્વ પ્રકારની કથાઓના સમન્વયવાળી પોતાની આ કથા સંકીર્ણકથા તરીકે ઓળખાવી છે. કથાની ભાષા - કથાની ભાષા અંગે નિર્દેશ કરતા કવિ ગ્રંથના આરંભમાં ૭મી
172