________________
બલિ માટે ધરણને પકડીને લઈ જાય છે. અહીં ચંડિકા મંદિરનું વર્ણન કરેલ છે, જે ખૂબ જ ભયાનક છે. પરંતુ કાળસેન તેને ઓળખી જાય છે. તેણે કરેલા ઉપકારને યાદ કરે છે અને તેને છોડી દે છે. ધરણ માકંદી નગરીમાં પહોંચે છે. તેની પાસે સવાઝોડ રૂપિયા હોય છે, જ્યારે દેવનંદી પાસે અડઘોક્રોડ રૂપિયા થાય છે. આમ, ધરણ શરત જીતી જાય છે. હવે ધરણ અર્થ પ્રાપ્તિ માટે પરદેશ જાય છે. ત્યારે વહાણમાં દેવી પ્રકોપ થાય છે. પુરુષની બલિ ચડાવવાની વાત થાય છે. ધરણે મૃત્યુને ભેટવા તૈયાર થાય છે. બલિ ચઢાવા સમુદ્રમાં પડે છે પણ નસીબે બચી જાય છે. ધરણે સુવદનને લક્ષ્મીને તેના પિતા સુધી પહોંચાડવાની જવાબદારી સોંપી. અહીં રત્નગિરિ પર્વતનું વર્ણન આવે છે. અહીં સુવદન સુવર્ણની પ્રાપ્તિ કરે છે સાથે લક્ષ્મીનો પણ તે સ્વીકાર કરે છે. બચી ગયેલા ધરણને આ બંનેએ જોયા પછી પાછો તેને મારી નાંખવાનો વિચારે છે. રાત્રિ પડતાં ધરણના ગળામાં ફાંસો નાંખે છે અને મરી ગયેલો જાણી સમુદ્રકિનારે દૂર મૂકી આવે છે. પણ ધરણની શીતળ હવાના કારણે મૂછ દૂર થાય છે. બચી જાય છે. પરંતુ પત્નીના આવા કૃત્યને જાણી સ્ત્રીચરત્રિથી દુઃખી થયેલો તે અહદત્ત આચાર્ય પાસે દીક્ષા લે છે. લક્ષ્મીને દેશવટો આપવામાં આવે છે. લક્ષ્મીને સુવદન શોધી કાઢે છે. અને બંને સાથે રહેવા લાગ્યા. એકવાર લક્ષ્મી ધરણઋષિને જુએ છે. ઓળખી જાય છે. પહેલાનું વૈર જાગૃત થતાં પાછી તેને મારી નાંખવાની કોશિશ કરી છતાં મુનિ બચ્યા. લક્ષ્મીને અટવીમાં સિંહે ફાડી ખાધી અને ત્યાંથી મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં ઉત્પન્ન થઈ. ધરણ મુનિ અણસણ કરી પંડિત મૃત્યુ પામી અગ્યિારમા દેવલોકમાં ચંદ્રકાંત નામના વિમાનમાં એકવીસ સાગરોપમની સ્થિતિવાળા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. સાતમો ભવઃ- સેન-વિષેણ (પિત્રાઇ ભાઇ)રૂપે. સાધ્વીજી મહારાજનો પૂર્વભવ અને વાણીની કટુતા ઉપર માતા-પુત્રીનું દૃષ્ટાંત આવે છે.” - સાતમા ભાવમાં પણ આ જ રીતે વેરભાવની પરંપરા ચાલુ રહી. ચંપા નગરીમાં ધરણનો જીવ અમરસેન રાજાની જયસુંદરી રાણીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેનું નામ સેન' રખાય છે. લક્ષ્મી નારકીનો જીવ અમરસેનના નાનાભાઇ હરિષણની ભાર્યા તારપ્રભાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. તેનું નામ વિષેણ રાખવામાં આવે છે. આ ભવમાં વિષેણ પૂર્વના વૈરને કારણે તેના ભાઈ સેનને મારનાર બને છે. નરકનું આયુષ્ય બાંધે છે. તમા નામની નારકમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારકમાં ઉત્પન્ન થાય છે. જ્યારે સેન અણગાર બને છે. સંલેખના કરી દેહ ત્યાગી નવમા સૈવેયક દેવલોકમાં ત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થાય છે. આઠમો ભવ:- (ગુણચંદ્ર-વીનવ્યંતર વિદ્યાધર). આચાર્ય વિજયધર્મનું ચરિત્ર તથા
163.