________________
પ્રીતિ ન હતી. તે હંમેશા એમ વિચારતી કે આ જીવલોક કેવો છે કે હંમેશા ધરણનું મુખ જોવું પડે છે. તે ધરણને દુ:ખી કરવાના જ વિચારો કરતી. આમ વિડંબના કરતા તેનો કેટલોક કાળ વીત્યો. એકવાર ધરણ રથમાં બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા જાય છે. ત્યારે પંચનંદી શેઠનો પુત્ર દેવનંદી ઉદ્યાનમાંથી ક્રીડા કરી પાછો આવે છે. બંનેના રથ નગરના દરવાજા પાસે ભેગા થાય છે. બંને હઠ પર ઉતરે છે અને પોતાનો રથ પાછળ ખસેડવાની ના પાડે છે. આ વાત નગરમાં ફેલાય છે. પંચ નક્કી કરે છે કે જે દેશાન્તર જઈ પોતાના બળે એક વરસની અંદર અધિક દ્રવ્ય ઉપાર્જન કરી પહેલો પાછો આવશે તેનો રથ અહીંથી પ્રથમ પાસ થશે. બંને દેશાત્તરમાં ચાલ્યા. એક ઉત્તરાપથમાં ગયો બીજો પૂર્વદેશમાં ગયો. બંનેની પત્નીઓને પણ સાથે જવાની પરવાનગી મહાજન આપે છે. આ બાજુ લક્ષ્મી ધરણને મારવાના વિચારો કરે છે.
દેશાન્તર જતા માર્ગમાં ધરણને વિદ્યાધર મળે છે. તે વિદ્યાધરને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. આથી વિદ્યાધર તેને ઔષધિ વલય આપે છે. આગળ જતાં પલ્લીપતિને અને તેની પત્નીને મદદ કરે છે. તેને મૃત્યુના મુખમાંથી બચાવે છે. આગળ જતાં નિરપરાધી ચંડાળને પણ જીવિત દાન આપે છે. એટલું જ નહિ પરંતુ એકવાર તેની પત્નીની ભૂખ-તરસ છીપાવવા પોતાનું માંસ અને લોહી આપવા તૈયાર થાય છે. તેણી ભોજન કરે છે. તે પછી થોડો સમય આરામ કરી તેઓ આગળ જાય છે અને યક્ષમંદિરમાં રોકાય છે. રાત્રિ પડતાં લક્ષ્મી તેને પાણી લાવી આપવા કહે છે. ધરણ નદીએ પાણી લેવા જાય છે અને તેના માટે પાણી લાવે છે. આ સમયે લક્ષ્મી એમજ વિચારે છે કે હજી ધરણ દુઃખી થાય તો સારું. એ જ સમયે ચંડરુદ્ર નામનો ચોર ચોરી કરીને ત્યાં આવે છે. ત્યારે લક્ષ્મી તેને પાણી આપવા માટે શરત મંજૂર કરે છે. ચંડરુદ્રની પાછળ કોટવાળો પડ્યા છે. આથી તે લક્ષ્મીની શરત મંજૂર રાખે છે. ચંદ્ર કહે છે કે મારી પાસે એવી ગુટિકા છે કે જેને પાણી સાથે ભેળવી આંખે આંજવાથી અદશ્ય થઈ જવાય છે. ચંદ્ર તે ગુટિકા ધારણ કરે છે. ધરણને કોટવાળો જુએ છે અને તેને પકડીને લઈ જાય છે. તેને મારી નાંખવાનો આદેશ અપાય છે. ચંડાળને સોપવામાં આવે છે. ચંડાળ પર તે ઉપકાર કરનારો હોવાથી તે ચંડાળ તેને મારવાની ના પાડે છે. ધરણ તેને રાજાની આજ્ઞા પાળવાનું કહે છે. પણ તે મારતો નથી છોડી દે. ધરણ તો ચિંતા કરે છે, લક્ષ્મી કયાં હશે? આ બાજુ ચંડરુદ્ર ચોર લક્ષ્મી પાસેથી આભૂષણો લઈ છોડી દે છે. લક્ષ્મી વિચારે છે તેણે ભલે મને છોડી દીધી પણ ધરણને મરાવી નાંખ્યો એ બહુ સુંદર કાર્ય થયું. આવું વિચારી તે નદીકાંઠે જતી હતી ત્યાં ધરણે તેને જોઈ અને તે ખુશ થયો. લક્ષ્મી તો ધરણને જોઈ મોટેથી રુદન કરવા લાગી. ધરણ તેને શાંત કરે છે. લક્ષ્મી વિચારે છે કે “કાળના મુખમાં ગયેલો આ પાછો આવ્યો.” આમ વિચારી તે ધરણની સાથે ચાલવા લાગી. આગળ જતાં કાળસેનના માણસો
162