________________
સમરાદિત્યના નવ ભવો સાથે સંબંધ ધરાવતી, સંસારના વિચિત્ર સ્વરૂપનો ખ્યાલ કરાવનારી, ચરિત્ર દ્વારા કર્મના ગહન તત્ત્વને સમજાવનારી, અહિંસા, સંયમ, તપરૂપ ધર્મ તરફ પ્રેરનારી, આત્મા, પુણ્ય-પાપ, પરલોક, પુનર્જન્મ, ચાર પ્રકારની ગતિઓનાં સુખ દુઃખો સમ્યક્ત્વ, શ્રાવક-ધર્મ, જિનપૂજા-પધ્ધતિ, સાધુધર્મ, શ્રમણ, શ્રમણીઓના સદાચાર-વિચારો તથા મોક્ષ સુખ વગેરે વિષયોનું પ્રાસંગિક જ્ઞાન આપતી આ કથાની વિશિષ્ટ સંકલના છે. આરાધક અને વિરાધક, સજ્જન અને દુર્જન જીવોની શુભ અશુભ કરણીને અને તેના ફલ-વિપાકને સૂચવનારી, ચોરી, જુગાર, માંસાહાર વગેરેથી થતા અનર્થોને જણાવનારી આ કથા સાદ્યન્ત અવશ્ય વાંચવા-વિચારવા યોગ્ય છે. એમાંથી સાંસારિક, વ્યાવહારિક, સામાજિક, પારમાર્થિક વિવિધ બોધ મળી શકે તેમ છે. આમાં મહાકવિએ યુક્તિથી શાંતરસ તરફ પ્રેરણા આપનારા નવે રસોનું વર્ણન કર્યું છે. આમાં નગરોનાં, પર્વતોનાં, ઉદ્યનોનાં, સમુદ્રનાં વસંત વગેરે ષૠતુઓનાં વર્ણનો, રાજકુમારોનાં, રાજા-મહારાજાઓનાં, રાણીમહારાણી-રાજકુમારીઓનાં તથા સાર્થવાહોના અને વિદ્યાધરોનાં વર્ણનો તેમજ આચાર્યનાં તથા ઉત્તમ શ્રમણો અને શ્રમણીઓનાં વૈરાગ્યોત્પાદક વર્ણનો વાંચવા વિચારવા જેવા છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત સમયનાં તથા યુધ્ધનાં, કેદખાનાનાં અને વિદ્યા-સિધ્ધિનાં વર્ણનો, પ્રિયમેલક તીર્થ-વૃક્ષ, અદ્દેશ્ય બનાવનાર નયન-મોહન પટ વગેરેનાં વર્ણનો, તેમજ તાત્કાલિક રુઝ લાવે તેવી સંરોહિણી ઔષધિ તથા વિષ નિવારક દુઃસાધ્ય વ્યાધિ-નિવારક રત્ન જેવી અદ્ભુત વસ્તુઓનું વર્ણન મળે છે.
પ્રસ્તુત કથામાં ચિત્રકળા, સંગીતકળા પ્રશ્નોતર-પ્રહેલિકા વગેરે વિવિધ વિદ્યાગોષ્ઠી-વિનોદ્દો પણ વણી લીધા જણાય છે. વિવાહનાં પ્રસંગો તથા દીક્ષાના પ્રસંગો પણ વર્ણવ્યા છે. તાપસોના રીત-રિવાજો તથા જુદા જુદા ધર્મોની મત-મતાંતરની માન્યતાઓ આમાં દર્શાવી છે. નાસ્તિકવાદ અને તેનું યુક્તિથી ખંડન પણ છે.
પ્રારંભમાં કથાઓના પ્રકારો તથા શ્રોતાઓનાં પ્રકારો સમજાવ્યા છે તથા કથા નાયક આરાધક અને પ્રતિપક્ષી વિરાધક આત્મા સાથે સંબંધ ધરાવનાર મુખ્ય મુખ્ય વસ્તુઓનું કોષ્ટક અહીં આપવામાં આવ્યું છે.
મૂળ સમરાવ્વજ્ઞાની આવૃત્તિ જર્મનીના સુપ્રસિધ્ધ વિદ્વાન ડૉ.હર્મન ચાકોબીએ ઇ.સ.૧૯૨૬માં પાઠાન્તરો, પરિશિષ્ટો અને અંગ્રેજી ઉપોદ્ઘાત સાથે સુસંપાદિત કરેલી હતી. જે કલકત્તાની એશિયાટિક સોસાયટી દ્વારા બંગાળ તરફના સં.ટાઇપોમાં ચોપડી આકારે પ્રસિધ્ધ થયેલ છે. જે આવૃતિ સદ્ગત શ્રીવિજય ધર્મસૂરિને સમર્પિત થઇ હતી. બીજી આવૃતિ વલભીપુર નિવાસી સદ્ગત પં.ભગવાનદાસ હર્ષચંદ્ર સંસ્કૃત છાયા
155