________________
સ્વાધ્યાય કરી રહ્યા હતા, તે પ્રાકૃત ભાષાનો ‘વળી તુાં હરિપળાં' નામનો શ્લોક બોલતા હતા. તે ગાથાઓ સાંભળી હરભદ્ર અટકી ગયા. ગાથાનો સંદર્ભ તથા અર્થ પૂછયા પછી પોતે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે શિષ્ય તરીકે સ્વીકારવાની વાત કરી. ત્યારે સાધ્વીજીએ તેમને ગુરુઆચાર્ય શ્રીજિનભદ્રસૂરિ પાસે મોકલ્યા. ત્યાં સાહિત્યનું જ્ઞાન મેળવી દીક્ષા લીધી અને કાળાંતરે હરિભદ્રસૂરિ તરીકે પ્રસિધ્ધ થયા.
તેમણે સાધ્વીજીનો ઉપકાર યાદ કરીને પોતાનુ નામ ચાકિની મહતરા સૂનુ હરિભદ્ર’ રાખ્યું. ગુરુમહારાજ પાસે વિધિપૂર્વક અભ્યાસ કરી ગીતાર્થ થયા.
એકવાર પોતાના ભાણેજ શિષ્યો હંસ અને પરમહંસ બૌધ્ધ ધર્મનું રહસ્ય જાણવા ગુપ્તવેશે ત્યાં ગયા. પરંતુ બૌધ્ધોને તેની જાણ થતાં એ મુનિ-યુગલની હત્યા કરી.
આ કરૂણ પ્રસંગની જાણ થતાં આચાર્ય હરિભદ્રે ૧૪૪૪ જેટલા બૌધ્ધોને ક્રોધથી ઉકળતી તેલની કડાઇમાં વિદ્યા દ્વારા આકર્ષણ કરી મારી નાંખવાની તૈયારી કરી. તેમના ગુરુ મહારાજને ખબર પડતાં જ બોધ માટે સમરાદિત્યના નવભવની પ્રાચીન ત્રણ ગાથાઓ મોકલી. તે ઉપરથી ઉપશમ ભાવમાં આવી વિચાર્યું કે અગ્નિશર્મા એ કરેલ ક્રોધનો કેવો કરૂણ અંજામ! કેવો ભયાનક વિપાક! ત્યારે મારી કઇ દશા થશે?
અગ્નિશર્મા તો અજ્ઞાન હતો. જ્યારે મારી પાસે તો જિનાગમનો પ્રકાશ છે. ભલે ગુનો સામેની વ્યકિતનો હોય? પણ ગુસ્સો કરનારને કર્મ ભોગવવા પડે છે. હૃદયમાં ઉપશમ ભાવ આવ્યો અને એમાંથી ‘સમરાઇચ્ચકહા’ જેવા ૧૪૪૪ અલગ અલગ ગ્રંથો લખ્યા.
આમ, હરિભદ્રસૂરિ એક વિદ્વાન સાહિત્યકાર થયા જેમણે આવનાર પેઢી માટે શ્રુતજ્ઞાનનો ખજાનો પીરસ્યો છે.
શ્રી જૈનશાસનના મહાન પ્રભાવક, સમર્થ ધર્મોપદેશક જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ અદ્વિતીય વિશિષ્ટ વિભૂતિરૂપ થઇ ગયા. સમાન નામવાળા હરિભદ્રસૂરિ નામના ૮ જેટલા આચાર્યો જુદાજુદા સમયમાં થયા હોવા છતાં ચાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે, ‘ભવ-વિરહ' અને ‘વિરહાંક' એવા નામથી પ્રસતુત હરિભદ્રસૂરિની અધિક પ્રસિધ્ધિ છે. જેમણે સમાજ પર ઉપકાર કરવા ગદ્ય-પદ્યમય પ્રાકૃત ભાષામાં સરસ વિવિધ બોધ આપનારી ‘સમાŞe ા' નામની દસ હજાર શ્લોક પ્રમાણ વિશિષ્ટ કથા રચી હતી, જેનો ગુજરાતી અનુવાદ ‘સમરાદિત્ય-મહાકથા’ નામથી વાચકોના કર-કમળને શોભાવતો ચિત્તને સંતોષ આપે તેવો છે.
આ કથા પાષાણ જેવા કઠણ હૃદયને પણ હચમચાવી મૂકે તેવી છે.
154