________________
વિક્રમ સંવત ૭૬૫
મહાપુરાણઃ આદિપુરાણઃ- મહાપુરાણ જિનસેન અને ગુણભદ્રની વિશાળ રચનાનું નામ છે. તે ૭૬ પર્વમાં વિભક્ત છે. આદિપુરાણ ૧૧૪ર૯ શ્લોક પ્રમાણ છે અને ઉત્તર પુરાણ ૭૭૭૮ શ્લોક પ્રમાણ છે.
આદિપુરાણમાં પ્રથમ તીર્થંકર ઋષભના દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
પુરાતનું પુરાળમ્-અર્થાત્ પ્રાચીન હોવાથી પુરાણ કહેવાય છે. પુરાણના બે ભેદ છેપુરાણ અને મહાપુરાણ. જેમાં એક મહાપુરુષના ચરિતનું વર્ણન હોય તે પુરાણ છે. અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષોમાં ચરિતોનું વર્ણન હોય તે મહાપુરાણ કહેવાય છે. આદિ પુરાણમાં પુરાણ, મહાકાવ્ય, ધર્મકથા, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને યુગની આદિ વ્યવસ્થાનું સૂચન કરનાર બૃહદ્ ઇતિહાસનું દર્શન કરીએ છીએ. આદિપુરાણ દિગંબર જૈનોનો એક વિશ્વકોશ છે.
તેમાં પૂર્વભવોના નિમિત્તે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે. તેમનાં કેટલાક પાત્રોના ચરિત્રોનું સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં લતાઓ, સરિતાઓ, પર્વતમાલાઓ, ષૠતુ વર્ણન, ચંદ્રોદય, સૂર્યોદય, જલવિહાર વગેરે પ્રસંગોમાં પ્રકૃતિચિત્રણ છે. તથા મરુદેવી, શ્રીમતી આદિનું નખશિખ સુંદર વર્ણન છે. તેમાં શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને શાંતરસનું મુખ્યપણે દર્શન થાય છે.
ઉત્તરપુરાણઃ- આ પુરાણ મહાપુરાણનો પૂરક ભાગ છે. તેમાં અજિતનાથથી શરૂ કરી ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ તથા તેમના કાળમાં થનારા જીવન્ધર આદિ વિશિષ્ટ પુરુષોનાં કથાનક આપવામાં આવ્યાં છે. આ પુરાણની સમાપ્તિ સં.૭૬૫ પછી પાંચ સાત વર્ષમાં થઇ હોવી જોઇએ.
‘સમરાદિત્યચરિત્ર’ ૮મી સદી
લાલચંદ્ર ભગવાન ગાંધી ‘સમરાઇચ્ચકહા’ ગ્રંથ વિશે કહે છે કે,
‘સમરાઇચ્ચકહા’ મૂળ ગ્રંથમાં ગ્રંથકારે પોતાનું નામ સ્પષ્ટ દર્શાવ્યુ નથી. ત્યાં કથાના અંતમાં ‘‘વિરહિયનાળ-વંશળ-વરિયમુળધરસ્ત વિડ્યું ડ્ય जिणदत्तायरियस्स उ सीसावयवेण चरियं ति ।। "
એ ગાથા દ્વારા સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણો ધરનાર શ્રીજિદત્તાચાર્યના શિષ્યરૂપ અવચવે આ ચરિત રચ્યું છે. એમ જણાવી ગુરુજીના નામનો નિર્દેશ કર્યો છે.
152