________________
આર્ષ જેને મહારાષ્ટ્ર પ્રાકૃત છે. “વસુદેવહિડીમાંથી પ્રાપ્ત થતી સામાજિક-સાંસ્કૃતિક માહિતી :
આ ગ્રંથ એ કથાનુયોગનો ગ્રંથ હોઈ સ્વાભાવિક રીતે જ તેમાંની કથાઓમાં સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ એવા સંખ્યાબંધ ઉલ્લેખો મળી આવે છે. એમાંના કેટલાક ઉલ્લેખો તદ્દન નવી જ હકીકતો રજૂ કરતા હોઈ મહત્વના છે. જ્યારે બાકીના ઉલ્લેખો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અભ્યાસ માટે સારી એવી પૂરક માહિતી પૂરી પાડે છે.
સિક્કાઓમાં “પણ” અને “કાષપણ”નામના સિક્કાઓનો ઉલ્લેખ મળે છે. લેવડદેવડની અનુકૂળતા માટે પરચૂરણ તરીકે તેનો ઉપયોગ થતો. વિવિધ પ્રકારનાં વસ્ત્રોને લગતાં પણ સંખ્યાબંધ ઉલ્લેખો મળે છે. શહેરની બજારમાં વેચાતાં વિવિધ દ્રવ્યોનું ટૂંકું પણ રસિક વર્ણન પણ એક સ્થળે મળે છે. વેપારીઓ જુદા જુદા પ્રકારનો માલ ભરીને સમુદ્રમાર્ગે દેશ પરદેશ ફરતા. ચીન, સુવર્ણભૂમિ(સુમાગા), યદ્વીપ(જાવા), સિંહલ, બર્બર તથા યવન દેશ સાથે વેપાર ચાલતો હોવાનો ઉલ્લેખ મળે છે. આ સિવાય જમીન માર્ગે પણ અનેક વિકટ ઘાટીઓ વટાવીને હૂણ, ખસ અને ચીન ભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતો. ટંકણદેશ અને ત્યાંની ટંકણ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયની રીતનું સૂચન પણ આમાંથી મળે છે.
યવનદેશના, અને યવન પ્રજા-ગ્રીકો સાથે સંપર્કના વધુ ઉલ્લેખો મળે છે. મામાફોઈના સંતાનોનાં લગ્ન પ્રાચીનકાળમાં ખાસ કરીને ક્ષત્રિયો અને વૈશ્યોમાં ખૂબ વ્યાપક હતાં. અને આજે પણ હિન્દમાં જુદે જુદે સ્થળે એ પ્રથાના અવશેષો જોવા મળે છે. વિરહિણી સ્ત્રીઓ માથાના વાળ જુદી જુદી વેણી ગૂંથ્યા સિવાય અને સેંથી પાડયા વિના એક વેણીમાં બાંધી રાખતી. અનાથોને માટે આશ્રયસ્થાન-અનાથશાળા બંધાવવાનો રિવાજ હતો.
રાજકન્યાનો સ્વયંવર થતો, દુત રમવા માટેના જુદા સ્થાનો હતા. આ ઘુતશાળાનો અધિપતિ પુરુષ ત્યાં રહેતો. મસાણમાં એક સ્તંભ રાખવામાં આવતો. વસુદેવે પોતાનો ક્ષમાપના-લેખ એવા સ્તંભ ઉપર બાંધ્યો હતો.
પ્રાચીન ભારતમાં દેવ સ્થાનોમાં પત્થર મોટા પ્રમાણમાં વપરાવો શરૂ થયો ત્યાર પહેલાં લાકડાના મદિરો બંધાતાં એ જાણીતું છે. સોમનાથનું મંદિર તથા ગિરનાર ઉપરના જૈન મંદિરો પણ લાકડાનાં હતા.
151