________________
ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું-આટલી બધી વાતો તમે શેના આધારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું ભાઇ! થોડું આગળ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બન્ને ચાલતા ચાલતા થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ પડ્યો હતો. તંબૂઓની એક બાજુ ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બંને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબૂમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યક્તિને કહ્યું-મંત્રીવર મહારાજાને જઈને વધાઈ આપો કે રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે.
આ બધું જોઇને વિનીત શિષ્ય કહ્યું જોયું ને? ડાબી આંખે કાણી હાથણી અહી બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ રાણી આ હાથણી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઉભી થઇ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીત ને કહ્યું- હા, તારું જ્ઞાન સાચું છે. ત્યાર બાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃધ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઉભી રહી. ત્યાં ઉભીને વૃધ્ધા વિચારે છે. આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિશે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃધ્ધાએ પ્રશ્ન પૂછ્યો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે કયારે આવશે? પ્રશ્ન પૂછ્યો કે તરત જ વૃધ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડી નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યુંબુઢિયા! તારો પુત્ર ઘડાની જેમ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃધ્ધાનો જીવ અદ્ધર ચડી ગયો. ત્યારે વિનીત શિષ્ય કહ્યું-માજી! તમે ચિંતા ના કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીધ્ર ઘરે જાઓ. વિનીત શિષ્યની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દિકરો ખરેખર રાહ જોતો હતો. પુત્રએ માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યાર બાદ માતા પુત્રને લઇને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વસ્ત્રયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા અને શતશ આર્શીવાદ આપ્યા.
અવિનીત શિષ્ય પોતાના ગુરૂભાઇની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો, આ બધું ગુરૂજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરૂજીએ તેઓને મોકલ્યા હતા એ કામ
125