________________
ગામવાસી રોહકના કીધા પ્રમાણે રાજા પાસે જઈને કહે છે. આ સાંભળી રાજા ખુશ થાય છે.
આ જ રીતે રાજા ફરી ફરીવાર અલગ અલગ પરીક્ષા લે છે. જેમ કે છઠ્ઠી કથામાં રેતીમાંથી દોરડું બનાવવુ.
સાતમી કથા હાથીનું આયુષ્ય પૂર્ણ થાય તો પણ મરી ગયો એમ સંદેશ શબ્દથી કદી ન કહેતા.
આઠમા ઉ.દા.માં રાજા જલ ભરેલો કૂવો મોકલવાની વાત કરે છે. નવમા ઉ.દા.માં પૂર્વ દિશાના વનખંડને પશ્ચિમ દિશામાં કરવાનું કહે છે. દસમા ઉ.દા.માં અગ્નિ વિના ખીર પકવવાનું કહે છે.
અગિયારમાં ઉ.દા.માં રોહકને રાજા પાસે આવવાનું પણ શર્ત રાખે છે કે, ન શુકલપક્ષ, ન કૃષ્ણ, ના દિવસ, ના રાત, ન છાયા, ન તડકો, ન આકાશ માર્ગ, ન જમીન માર્ગ, ન સ્નાન કરીને, ન સ્નાન કર્યા વિના અને રોહકે અવશ્ય રાજા પાસે આવવાનું.
બારમું ઉદાહરણ રોહકે કહ્યું, પિપળાના પાંદડાની ડાંડલી મોટી કે શિખા. રાજા તેનો ઉતર આપી શક્તો નથી. ત્યાર બાદ રોહક જવાબ આપે છે કે જ્યાં લગી શિખાનો અગ્ર ભાગ ન સૂકાય ત્યાં સુધી બને સરખા.
તેરમું દષ્ટાંત રોહક રાજાને પૂછે છે કે ખિસકોલીની પૂંછડી એના શરીર કરતા મોટી હશે કે નાની? રાજાને ખબર ન હતી. ત્યારે કહ્યું દેવ! ખિસકોલીનું શરીર અને પૂંછ બંને બરાબર હોય છે.
૧૪મા દૃષ્ટાંતમાં રોહક રાજાને પૂછે છે તમારે પિતા કેટલા? ત્યારે પણ રાજાને ઉત્તર ન આવડતા રોહક કહે છે તમારે પાંચ પિતા છે. એ વિગતવાર સમજાવે છે.
આમ, આ ચૌદ ઉદાહરણ રોહકની ઓત્પાતિકી બુધ્ધિના છે.
આ ઉપરાંત બાકીના છવ્વીશ દેખાતો પણ ઔત્પાતિકી બુધ્ધિના છે. તેમાં પ્રથમ દૃષ્ટાંતમાં એક એવો લાડુ આપવાની વાત છે જે દરવાજાની બહાર ન જઈ શકે.
120