________________
પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારેય બાજુ સુંદર મજાની કોતરણી યુકત દિવાલો બનાવી દો. આ રીતે સુંદર મંડપ તૈયાર થશે.”
રોહકની વાત સાંભળી ગામવાળા ચિંતા મુક્ત થયા. રાજા પણ મંડપ તૈયાર થયેલો જોઈ પ્રસન્ન થાય છે. (૩)મિન્ટ:- રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે ગ્રામીણ લોકો પાસે એક ઘેટું મોકલ્યું અને કહ્યું કે આ ઘેટાંને પંદર દિવસ પછી રાજા પાસે લઈ જજો પરંતુ તેનું વજન ના વધવું જોઇએ, ન ઘટવું જોઈએ. આ સમસ્યાનો ઉકેલ પણ રોહક સુંદર રીતે લાવે છે.
રોહકે પોતાની તીક્ષ્ણ બુધ્ધિથી એવો માર્ગ કાઢ્યો કે રાજા કદાચ અનેક પખવાડિયા સુધી ઘેટાને રાખવા કહે તો પણ તેનું વજન જરા પણ ન વધે, ન ઘટે. તેણે ગામ લોકોને કહ્યું કે, ઘેટાને રોજ સારું ખવડાવો, પીવડાવો પરંતુ તેની સામે પીંજરામાં એક વાઘને રાખો. જેના ભયથી ઘેટાનું વજન વધશે નહિ. જેમ છે તેમ જ રહેશે.
આમ કરતા પંદર દિવસ સુધી ઘેટાનું વજન એક સરખુ રહ્યું. આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈ રાજા ખુશ થયા. (૪)કૂકડો:- થોડા દિવસ પછી રાજા રોહકની ઓત્પાતિકી બુદ્ધિની પરીક્ષા કરવા કૂકડો મોકલે છે. એ કૂકડાને એકલો રાખી લડાયક બનાવીને મોકલવાનું કીધું. રોહકે આ સમસ્યાનો પણ સુંદર ઉકેલ કર્યો. તેણે એક અરીસો મંગાવ્યો જેના સામે જોઈ કૂકડો તેને પ્રતિકંઠી સમજી ને ધીરે ધીરે લડવા પ્રયત્ન કરવા લાગ્યો છેવટે રાજા સમક્ષ કૂકડાને અરીસા સામે લડતો હાજર કર્યો. તે જોઇ રાજા ખુશ થયા. (૫)તિલઃ- “થોડા દિવસ બાદ રાજાએ રોહકની પરીક્ષા કરવા તલનો ઢગલો બતાવ્યો અને કહ્યું ગણ્યા વગર કહો આમાં કેટલા તલ છે?
રોહકે ગામવાસીઓને કહ્યું કે તમે રાજા પાસે જઈને કહો કે “હે રાજન! અમે ગણિતશાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલીક સંખ્યા આ ઢગલામાં તલની છે.”
119